ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Biden On Israel-Ukraine : હમાસ અને પુતિન બંને લોકતંત્ર માટે ખતરો છે - જો બાઈડેન - યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિયર જેલેંસ્કી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઇઝરાયેલ અને યુક્રેન માટે એક મોટા નવા સહાય પેકેજની જાહેરાત કરી છે. આ સાથે જો બાઈડેને અમેરિકામાં યહૂદી-વિરોધી અને ઇસ્લામોફોબિયામાં વધારાની સખત નિંદા કરી છે. જો બાઈડેનનું સંપૂર્ણ નિવેદન જુઓ આ અહેવાલમાં...

Biden On Israel-Ukraine
Biden On Israel-Ukraine

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 12:54 PM IST

વોશિંગ્ટન :અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઇઝરાયેલ અને યુક્રેન બંને દેશોને લશ્કરી સહાય માટે અબજો ડોલર આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે, ઇઝરાયેલ અને યુક્રેન માટે તેમની લડાઇ જીતવી અમેરિકા માટે મહત્વપૂર્ણ છે. વધુમાં તેમણે કહ્યું કે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે આ જરૂરી છે.

જો બાઈડેને કહ્યું કે, જો આંતરરાષ્ટ્રીય આક્રમણ ચાલુ રહેવા દેવામાં આવે તો સંઘર્ષ અને અરાજકતા વિશ્વના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. હમાસ અને પુતિન અલગ-અલગ જોખમોનું પ્રતિનિધિત્વ કરે છે. રશિયા અને હમાસ બંને એક લોકતંત્રને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માંગે છે.

જો બાઈડેને વધુમાં કહ્યું કે, તેઓ કોંગ્રેસને તાત્કાલિક એક ફંડિંગ માટે અનુરોધ કરશે. એક અનુમાન મુજબ આ રકમ લગભગ 100 બિલિયન યુએસ ડોલર હશે અને જો બાઈડેન શુક્રવારે કોંગ્રેસ સમક્ષ આ પ્રસ્તાવ લાવશે. આ પ્રસ્તાવમાં યુક્રેન, ઈઝરાયેલ, તાઈવાન, માનવતાવાદી સહાય અને સરહદ વ્યવસ્થાપન માટે ફંડ પૂરું પાડવાનો સમાવેશ થાય છે. જો બાઈડેને કહ્યું કે, આ એક સ્માર્ટ રોકાણ છે જે આવનારી પેઢીઓ માટે અમેરિકન સુરક્ષા માટે ડિવિડન્ડ ચૂકવશે.

જો બાઈડેને ઇઝરાયેલની મુલાકાત બાદ પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. ઇઝરાયેલમાં જો બાઈડેને કહ્યું કે, હમાસ સામેની લડાઈમાં ઇઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરી અને ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયનો સુધી વધુ માનવતાવાદી સહાય પહોંચાડવાની હિમાયત કરી છે. તેમના સંબોધનમાં જો બાઈડેને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિયર જેલેંસ્કી સાથે વાત કરવાનો આગ્રહ કર્યો હતો. બાઈડને કહ્યું કે, અમેરિકા કીવ સાથે મજબૂતીથી ઊભું છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આખા અઠવાડિયા દરમિયાન નજીકના સહાયકો સાથે કામ કર્યા પછી જો બાઈડેને ગુરુવારે તેમનું ભાષણ આપ્યું હતું.

  1. Talks on Release of captives in Gaza : બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ગાઝામાં બંધકોની મુક્તિ પર ઈરાની સમકક્ષ રાયસી સાથે વાત કરી
  2. Joe Biden Israel Visit : હમાસના અત્યાચારોની તુલનામાં ISIS પણ નાનું છે : જો બાઈડેન

ABOUT THE AUTHOR

...view details