ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Isckon Bridge Accident: આરોપી તથ્ય પટેલ હવે જમશે ઘરનું ભોજન, કોર્ટે આપી મંજૂરી - તથ્ય પટેલે

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે અમુક માંગો સાથે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જેલ મેન્યુઅલ પ્રમાણે હવે પછી અને બંને ટાઈમ ઘરનું જમવાનું મળશે. ઉપરાંત પરિવાર સાથે અઠવાડિયામાં એક વખત ફોન પર વાતચીત અથવા મળી શકશે. પ્રજ્ઞેશ પટેલની માંગણીઓ ઉપર કાલે નિર્ણય લેવામાં આવશે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 9, 2023, 5:50 PM IST

Updated : Aug 9, 2023, 6:38 PM IST

કોર્ટે આરોપી તથ્ય પટેલને ઘરના ભોજનની મંજૂરી આપી

અમદાવાદ:ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપીઓ પિતા અને પુત્ર પ્રજ્ઞેશ પટેલ તથા તથ્ય પટેલે ગ્રામ્ય કોર્ટમાં અમુક માંગો સાથેની બે અરજીઓ દાખલ કરી છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. આજની સુનાવણીમાં તથ્ય પટેલની માંગણીઓને લઈને સરકાર તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

સરકારે રજૂ કર્યો જવાબ: આજની સુનાવણી દરમિયાન તથ્ય પટેલની માંગણીઓ ઉપર સરકારનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં હવે જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને હવે બે સમય ઘરનું જમવાનું મળશે. અઠવાડિયામાં એક વખત તથ્યના પરિવારને મળવા દેવામાં આવશે અથવા તો ફોન કરવા દેવામાં આવશે. ગત સુનાવણીમાં તથ્યના પ્રમાણે સરખેજ કેફેથી અકસ્માત સ્થળ સુધીના ટીવી અને બાઈકર્સનો વીડિયો રેકોર્ડિંગ માંગવામાં આવ્યા હતા. તે માંગણી માટે આવતીકાલે ઇન્વેસ્ટિગેશન ઓફિસર એફિડેવીટી કોર્ટમાં રજૂ કરશે. કાલે 11:00 વાગે પ્રજ્ઞેશ પટેલની માંગણીઓ ઉપર નિર્ણય લેવામાં આવશે.

અરજીમાં શું માંગો કરવામાં આવી હતી: આરોપીઓ તરફથી બે એપ્લિકેશન કરવામાં આવી. સરકારી એડવોકેટ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં બંને આરોપીઓ તરફથી બે એપ્લિકેશન કરવામાં આવી હતી. નામદાર કોર્ટે બંને વકીલોને સાંભળ્યા બાદ કોર્ટ તરફથી જેલ મેન્યુઅલ અને માર્ગદર્શિકા પ્રમાણે જેલ સતાધીશોએ જે પ્રોસિજર હોય એ પ્રમાણે વર્તન કરવાનું અને કાર્યવાહી કરવાનું માર્ગદર્શિકા આપી છે.

ઘરના ભોજનની કરી હતી માંગ: બીજી એપ્લિકેશનમાં બંને આરોપીઓ તરફથી જે ચાર્જશીટ રજૂ થઈ છે. તેમાં વધારાના જે ડોક્યુમેન્ટસ છે ક્રિમિનલ પ્રોસીઝર કોડ 207ની અંદર 164 ના નિવેદનોની માંગ કરવામાં આવી છે. 6 સાક્ષીઓએ જે સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા છે એની પેન ડ્રાઇવની માગણી કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટની માંગ, આ કેસમાં લેવાયેલા 164ના નિવેદનોની કોપી. બાઇકચાલકે ઉતારેલ વીડિયો અને સીસીટીવીના ફુટેજની માંગ, ઘરનું ટિફીન જેલમાં મળે તેવી માંગ કરવામાં આવી છે.

  1. ISKCON Bridge Accident Case : આરોપી તથ્ય પટેલની કોર્ટ સમક્ષ માગણી, ઘરનું જમવાનું, ભણવું છે અને બીજું પણ ઘણું...
  2. Iscon Bridge Accident : તથ્યના કારની સ્પીડ 141.27 હોવાનો ખુલાસો, ગાંધીનગર અને શીલજ રોડ પર વધુ અકસ્માત કર્યોનું ખુલ્યું...
Last Updated : Aug 9, 2023, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details