- બાળકોમાં આયર્નની ઉણપથી શારીરિક અને માનસિક અસર પડે છે
- આયર્નની અછતના કારણે તેમને એનિમિયા (લોહીની અછત) પણ થઈ શકે છે
- ETV Bharatની સુખીભવઃની ટીમે દહેરાદૂનના વરિષ્ઠ બાળ રોગ વિશેષજ્ઞ ડોક્ટર લતિકા જોશી (Senior Pediatrician Dr. Latika Joshi) સાથે આ અંગે વાત કરી
ન્યૂઝ ડેસ્કઃ બાળકોમાં આયર્નની ઉણપ થવાથી તેમના સંપૂર્ણ શારીરિક અને માનસિક (Physical and mental) પર અસર પડે છે. એટલું જ નહીં આયર્નની અછતના કારણે તેમને એનિમિયા (લોહીની અછત) પણ થઈ શકે છે. બાળકોમાં શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે આયર્ન (Iron)નું પોષણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આયર્નની અછતના કારણે શરીરમાં હિમોગ્લોબિન (Hemoglobin)ના સ્તર પર અસર પડવા લાગે છે, જે આરોગ્યને વિવિધ પ્રકારે નુકસાન પહોંચાડે છે અને તેને એનિમિક પણ ભનાવી શકે છે. બાળકો માટે આયર્નની જરૂરિયાત અલગ અલગ ઉમરના હિસાબે અલગ અલગ હોય છે.
આ પણ વાંચોઃબાળકોમાં ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંગે બાળ મનોવૈજ્ઞાનિક શું કહે છે? જાણો
બાળકોમાં આયર્નની ઉણપ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે
ડોક્ટર લતિકાએ આ અંગે કહ્યું હતું કે, આયર્ન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી પોષકતત્વમાંથી એક છે. આ ફક્ત મોટા માટે નહીં, પરંતુ બાળકો માટે પણ ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે મોટા ભાગના માતાપિતા બાળકોમાં વિટામીન અને પ્રોટીનનું પ્રમાણ સંતુલિત રાખવા માટે વિશેષ પ્રયાસ કરે છે, પરંતુ અમુક માતાપિતા બાળકોના આયર્નયુક્ત ડાયટ પર ધ્યાન નથી આપતા. જ્યારે આયર્ન બાળકોના દિમાગ અને શરીરની મજબૂતી માટે જરૂરી છે.
આયર્ન કેમ જરૂરી છે?
આયર્નની ઉણપ થવા પર શરીરમાં લાલ રક્ત કોષો ઓછા પ્રમાણમાં બને છે, જેના કારણે શરીરના અન્ય અંગો સુધી જરૂરિયાત મુજબ ઓક્સિજન નથી પહોંચી શકતો. આયર્ન (Iron) લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર (Hemoglobin level) વધારીને લાલ લોહી કોષોના નિર્માણને સંતુલિત અને ઓક્સિજનને વિવિધ અંગો સુધી પહોંચવાની ક્ષમતા વધારે છે. આયર્નની અછતના કરાણે શરીરમાં એનિમિયા જેવી બીમારી થઈ શકે છે. તેવી અવસ્થામાં બાળકોને આયર્ન ફોલિક એસિડ, વિટામીન સી, પ્રોટિન અને વિટામીન બીની વધારે જરૂર હોય છે.
આયર્નની ઉણપના લક્ષણ અને સંકેત
- થાક લાગવો, ભૂખ ન લાગવી
- ધીમી ગતિથી વૃદ્ધિ અને વિકાસ
- અસામાન્ય રીતે કે ઝડપથી શ્વાસ લેવા
- નબળાઈ
- સતત સંક્રમિત થવું
- ચામડી ખાસ કરીને નખ અને આંખ પીળા દેખાવા
- બાળકો ચીડચીડા થઈ જવા કે સુસ્ત થઈ જવા.
ક્યાંથી મેળવી શકાશે આયર્ન?