- નાઈટિંગેલ અને 34 સ્વયંસેવક નર્સોની સેવાને કારણે ક્રિમિઅન યુદ્ધમાં ઈજાગ્રસ્ત થયેલા સૈનિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો
- નર્સો માટે ઔપચારિક તાલીમ સ્થાપિત કરનારી પ્રથમ મહિલા હતી
- કોવિડ -19 મહામારી સામે લડવામાં નર્સ મોખરે છે
હૈદરાબાદ: દર વર્ષે 12 મેના રોજ, ફ્લોરેન્સ નાઈટિંગેલની જન્મજયંતિ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1820માં આ દિવસે, વિશ્વની સૌથી પ્રખ્યાત નર્સ - ફ્લોરેન્સ નાઈટિંગેલનો જન્મ થયો હતો. ફ્લોરેન્સ નાઈટિંગેલ એક અંગ્રેજી સમાજ સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગના સ્થાપક હતા.
આ પણ વાંચોઃસગર્ભાવસ્થા મુસ્લિમ નર્સ રોજા રાખી દર્દીઓની કરી રહી છે સેવા
1860માં લંડનમાં નર્સિંગ સ્કૂલ- નાઈટિંગેલ સ્કુલ ઓફ નર્સિંગનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું
ક્રિમિઅન યુદ્ધ દરમિયાન તે નર્સના મેનેજર અને ટ્રેનર તરીકે સેવા આપતી વખતે ખૂબ પ્રખ્યાત થઈ હતી. નાઈટિંગેલ અને 34 સ્વયંસેવક નર્સોની સેવાને કારણે ક્રિમિઅન યુદ્ધમાં ઈજાગ્રસ્ત થયેલા સૈનિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. નર્સિંગ વ્યવસાયમાં તેમનો મોટાભાગનો ફાળો ઈજાગ્રસ્તોની સંભાળ રાખવામાં અને તેમની સેવા કરવામાં ખર્ચવામાં આવ્યો હતો. તે નર્સો માટે ઔપચારિક તાલીમ સ્થાપિત કરનારી પ્રથમ મહિલા હતી. 1860માં લંડનમાં નર્સિંગ સ્કૂલ- નાઈટિંગેલ સ્કુલ ઓફ નર્સિંગનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
દવાઓની તાલીમ માટે સ્કૂલની સ્થાપના પાછળ ફ્લોરેન્સ નાઈટિંગેલ મુખ્ય વ્યક્તિ હતી
આ સાથે જ દવાઓની તાલીમ માટે સ્કૂલની સ્થાપના પાછળ ફ્લોરેન્સ નાઈટિંગેલ મુખ્ય વ્યક્તિ હતી. તે પ્રથમ મહિલા હતી જેમને ઓર્ડર ઓફ મેરિટ 1907થી સમ્માનિત કરવામાં આવી હતી. 2021માં અમે બતાવવા માગીએ છીએ કે, નર્સિંગ ભવિષ્યમાં કેવી દેખાશે તેમજ વ્યવસાય કેવી રીતે આરોગ્ય સંભાળના આગામી તબક્કામાં ફેરફાર કરશે.
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસનું મહત્વ
કોવિડ -19 મહામારી સામે લડવામાં નર્સ મોખરે છે. ડૉક્ટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓની જેમ નર્સ પણ સતત વિરામ વગર કાર્યરત છે. નર્સો હંમેશાં એકમાત્ર આરોગ્ય વ્યવસાયિકો હોય છે, જેમને લોકો સંકટના સમયમાં પોતાની સાથે જુએ છે.