ગુજરાત

gujarat

By

Published : May 13, 2021, 1:24 PM IST

ETV Bharat / bharat

કોવિડ હોસ્પિટલમાં દાખલ મૂક બધિર દર્દીઓ માટે નર્સે શીખી સાઈન લેન્ગવેજ

છત્તીસગઢના બિલાસપુર રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ સ્વાતિ ભીમગજે સેવા ભાવનાની નવી મિસાલ રજૂ કરી છે. તેમણે કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા મૂક બધિર દર્દી સાથે વાત કરવા માટે સાઈન લેન્ગવેજ શીખી લીધી છે.

કોવિડ હોસ્પિટલમાં દાખલ મૂક બધિર દર્દીઓ માટે નર્સે શીખી સાઈન લેન્ગવેજ
કોવિડ હોસ્પિટલમાં દાખલ મૂક બધિર દર્દીઓ માટે નર્સે શીખી સાઈન લેન્ગવેજ

  • છત્તીસગઢના કોરોના વોરિયરની બિરદાવવાલાયક કામગીરી
  • મૂક બધિર દર્દીઓ માટે નર્સ શીખ્યા સાઈન લેન્ગવેજ
  • દર્દીઓ સાથે સરખી રીતે કોમ્યુનિકેશન થતા આવ્યો સુધાર

બિલાસપુર: કોરોના કાળમાં ડૉક્ટર અને નર્સ પોતાનો જીવ હથેળી પર મૂકીને સતત કામ કરી રહ્યા છે. આવી જ રીતે કામ કરી રહ્યા છે નર્સ સ્વાતિ, બિલાસપુર રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્વાતિ ભીમગજ કોરોનાની શરૂઆતથી સતત ડ્યુટી કરતા આવ્યા છે. તેમણે પોતાના વોર્ડમાં દાખલ એક મૂક બધિર દર્દીઓ માટે સાઈન લેન્ગવેજ પણ શીખી લીધી છે.

કોવિડ હોસ્પિટલમાં દાખલ મૂક બધિર દર્દીઓ માટે નર્સે શીખી સાઈન લેન્ગવેજ

ઓનલાઈન શીખ્યા સાઈન લેન્ગવેજ

નર્સ સ્વાતિને તેમના વોર્ડમાં દાખલ કરાયેલા મૂક બધિર દર્દીઓની સારવાર દરમિયાન મહેસૂસ થયું કે, દર્દીઓ અને તેમના વચ્ચે કોઈ પ્રકારનું કોમ્યુનિકેશન નથી થઈ શકતું. જેથી તેમણે ઓનલાઈન અભ્યાસ કરીને સાઈન લેન્ગવેજ શીખી હતી અને ત્યારબાદ દર્દીઓ સાથે વાત કરીને વધુ સારી સારવાર થઈ શકે તે માટે પ્રયત્નો કર્યા હતા.

નર્સ સ્વાતિના પ્રયાસો વખાણવામાં આવ્યા

નર્સ સ્વાતિના આ પ્રયાસોને માત્ર મૂક બધિર દર્દીઓએ જ નહીં, પરંતુ રેલવે દ્વારા પણ વખાણવામાં આવ્યા છે. રેલવે દ્વારા પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેમનો વીડિયો પણ શેર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details