ગુજરાત

gujarat

ETV Bharat / bharat

International Carrot Day : આજે સમગ્ર વિશ્વમાં ગાજર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે - International Carrot Day 2023

શિયાળાની ઋતુમાં જ્યારે પણ લોકો કોઈ લગ્ન કે ઈવેન્ટમાં જાય છે ત્યારે તેમને ખાવામાં ગાજરનો હલવો ચોક્કસ જોવા મળે છે. લોકોને ગાજર તમામ પ્રકારના શાકભાજી, સલાડ, જ્યુસ અને સૂપમાં ગમે છે. ગાજરને માત્ર સ્વાદનો ખજાનો જ નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સુંદરતાનો પણ ખજાનો માનવામાં આવે છે. ગાજરમાં રહેલા પોષક મૂલ્યોને ધ્યાને રાખીને આજે વિશ્વ ગાજર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

Etv BharatInternational Carrot Day
Etv BharatInternational Carrot Day

By

Published : Apr 4, 2023, 10:46 AM IST

અમદાવાદઃઆજે સમગ્ર વિશ્વમાં ગાજર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એક સમય હતો કે ગાજરને પશુ આહાર તરીકે જોવામાં આવતું હતું. પરંતુ સમય અને સંજોગ બદલાતા તેમજ ગાજરમાં રહેલા પોષણ તત્વોને લઈને ગાજરનું મહત્વ વધતા ગાજરનો રસોડામાં પ્રવેશ થયો છે. જેને કારણે ગાજર આજે અદકેરું માન અને સન્માન મેળવતું થયું છે. વિશ્વ ગાજર દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ 2003ના એપ્રિલ મહિનાની ચોથી તારીખે કરવાની શરૂઆત થઈ હતી. સલાડમાં ગાજરનો સમાવેશ કરીને ગાજર દિવસની ઉજવણી થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ફ્રાન્સ, ઇટાલી, સ્વિડન, રશિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુકે જેવા દેશોમાં ગાજર દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઇ હતી.

ગાજરના પોષક તત્વોનું મહત્ત્વઃ ગાજર લાંબો સમય સાચવી શકાય છે તેે કારણે વસંતઋતુથી શરૂ કરીને પાનખર અને શિયાળાની ઋતુના અંતિમ સમય સુધી બજારમાં વ્યાપક અને મુક્તપણે જોવા મળે છે. આ કારણે ગાજર સૌથી લાંબો સમય મીઠાઈ અને કચુંબરના રૂપમાં આપણી થાળીમાં અચૂકપણે જોવા મળે છે. ગાજરને શાકભાજીમાં શામેલ કરવામાં આવ્યું છે કે તેને કાચા અને તાજા ખાઈ શકાય છે. આ સિવાય ગાજરની કેક અને ચિકન જેવી માસાહારી વાનગીઓમાં પણ સ્વાદિષ્ટ સહાયક તરીકે ગાજરને પીરસવામાં આવી રહ્યું છે. ગાજરમાં બિટા કેરોટીન અને વિટામિન સહિત અનેક પોષક તત્વોની પુષ્કળ પ્રમાણમાં હાજરી હોય છે જેને તબીબી વિજ્ઞાન પણ આરોગ્ય માટે ઉત્તમ માની રહ્યું છે.

આ પણ વાંચોઃGood Friday 2023: આ દિવસે ભગવાન ઇસુને સૂળી ચડાવવામાં આવ્યા હતા

ગાજરના હલવાના ફાયદાઃગાજરના હલવાનું નામ સાંભળતા જ લોકોના મોંમાં પાણી આવવા લાગે છે. પરંતુ ગાજરનો હલવો માત્ર સ્વાદમાં જ સારો નથી પરંતુ શરીર માટે પોષણની દ્રષ્ટિએ પણ સારો છે. ગાજરના ફાયદાઓ પર કરવામાં આવેલા વિવિધ સંશોધનો અનુસાર, રાંધ્યા પછી, ગાજરમાં ફેનોલિક એસિડ અને બીટા કેરોટીનનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જાય છે. બીજી તરફ, જો ગાજરને દૂધ કે ઘી જેવા પદાર્થો સાથે રાંધવામાં આવે, જેમાં ચરબી જોવા મળે છે, તો તેમાં "કેરોટીનોઈડ" નું પ્રમાણ પણ ઘણું વધી જાય છે. જેના કારણે શરીરને ગાજરનું સંપૂર્ણ પોષણ વધુ સારી રીતે મળે છે. એટલા માટે ગાજરનો હલવો ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃMahavir Jayanti 2023 : જાણો મહાવીર જયંતિનું મહત્વ અને ભગવાન મહાવીરના સિદ્ધાંતો

ગાજરના રસના ફાયદાઃ ગાજરનો રસ પીવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. સાથે જ તે પેટની ચરબી ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરની પાચનક્ષમતા વધારે છે. તેમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે તણાવ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. ગાજરમાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે, દરરોજ 1 ગ્લાસ ગાજરનો રસ પીવાથી ત્વચા સુધરે છે. બીજી તરફ, ગાજરમાં જોવા મળતા કેરોટીનોઈડ હૃદયના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. ગાજરનું દરરોજ સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું થાય છે. જ્યાં ગાજરનું સેવન કરવાથી આપણું શરીર સ્વસ્થ, સુંદર અને સ્વસ્થ બને છે. સાથે જ ગાજરથી બનેલો ફેસ પેક પણ આપણી બાહ્ય સુંદરતાને નિખારી શકે છે. ગાજરના રસમાં પપૈયું, ઈંડું, મલાઈ, દૂધનો પાવડર અથવા તજ ઉમેરીને અથવા ત્વચાના પ્રકાર પ્રમાણે પેસ્ટ કરીને અલગ-અલગ ફેસ પેક બનાવી શકાય છે, જેનો ઉપયોગ કરીને ત્વચાને નિખાર અને સુંદર બનાવી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details