ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Election Results 2022 : યુપીમાં ચૂંટણી પરિણામો બાદ 17 જિલ્લામાં ભડકી શકે છે હિંસા, IBએ આપ્યા સંકેત - યુપી ગૃહ વિભાગ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના (UP Election Results 2022) પરિણામનો દિવસ છે. ઇન્ટેલિજન્સ બ્યુરોએ (Intelligence Bureau) અહેવાલ આપ્યો છે કે રાજ્યના 17 જિલ્લામાં હિંસા ફાટી શકે છે. IBના અહેવાલ મુજબ હારેલા ઉમેદવારો કાર્યકરોને ઉશ્કેરી શકે છે. રિપોર્ટમાં કાનપુર આઝમગઢ સહિત પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાઓમાં હિંસા થવાની આશંકા છે.

UP Election Results 2022 : યુપીમાં ચૂંટણી પરિણામો બાદ 17 જિલ્લામાં ભડકી શકે છે હિંસ, IBએ આપ્યા સંકેત
UP Election Results 2022 : યુપીમાં ચૂંટણી પરિણામો બાદ 17 જિલ્લામાં ભડકી શકે છે હિંસ, IBએ આપ્યા સંકેત

By

Published : Mar 10, 2022, 12:06 PM IST

લખનઉ:ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના (UP Election Results 2022) પરિણામોનો આજે દિવસ છે. રાજ્યની 403 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. પરંતુ, આ પહેલા ઈન્ટેલિજન્સ બ્યુરોએ (Intelligence Bureau) યુપી ગૃહ વિભાગને એક રિપોર્ટ આપ્યો છે, જે મુજબ રાજ્યના 17 જિલ્લામાં હિંસા ભડકી શકે છે. જેમાં કાનપુર, આઝમગઢ સહિત પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાઓમાં હિંસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. IBના અહેવાલ મુજબ હારેલા ઉમેદવારો કાર્યકરોને ઉશ્કેરી શકે છે.

આ પણ વાંચો:MANIPUR UTTARAKHAND ELECTION 2022 UPDATE: ખટીમાથી પુષ્કરસિંહ ધામી ફરી પાછળ, હરિશ રાવત પણ 10,000 વોટથી પાછળ

યુપી ગૃહ વિભાગ અને યુપી પોલીસ એલર્ટ મોડ પર આવી

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મત ગણતરીમાં પાછળ રહી ગયેલા ઉમેદવારો અફવા ફેલાવીને કાર્યકરોને ઉશ્કેરી શકે છે, જેના કારણે કાર્યકરો તોડફોડ અને અન્ય હિંસાની ઘટનાઓને અંજામ આપી શકે છે. રિપોર્ટ બાદ યુપી ગૃહ વિભાગ અને યુપી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને દરેક ખૂણે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:UP Election Results 2022: 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમ પાછળ, જાણો કોણ છે આ ગર્લ

DGPએ તમામ જિલ્લાના પોલીસ કપ્તાનોને સૂચના આપી

DGPએ તમામ જિલ્લાના પોલીસ કપ્તાનોને સૂચના આપી છે કે, કોઈપણ સંજોગોમાં રાજ્યનું વાતાવરણ બગડે નહીં અને તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. IBએ જે જિલ્લાઓમાં હિંસા અને અશાંતિની સંભાવના વ્યક્ત કરી છે તેમાં મુખ્યત્વે મુરાદાબાદ, સહારનપુર, સંભાલ, મેરઠ, બિજનૌર, આઝમગઢ, કાનપુર અને જૌનપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details