ગુજરાત

gujarat

ETV Bharat / bharat

India US 2 Plus 2 : ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં વ્યૂહાત્મક અને સંરક્ષણ સહયોગ વધ્યો - રાજનાથસિંહ - અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિંકન

દિલ્હી ખાતે ભારત અમેરિકા 2 પ્લસ 2 બેઠક ચાલી રહી છે. ત્યારે આ બેઠકને સંબોધતા રક્ષાપ્રધાન રાજનાથસિંહે સંરક્ષણને ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધોના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક ગણાવ્યું હતું. તેમણે ભારત-અમેરિકા ભાગીદારીને સ્વતંત્ર, મુક્ત અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાવી હતી.

India US 2 Plus 2
India US 2 Plus 2

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 3:43 PM IST

નવી દિલ્હી : રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ભારત-અમેરિકા ટુ પ્લસ ટુ વિદેશ અને રક્ષાપ્રધાન સ્તરની ચર્ચા બેઠકને સંબોધન કર્યું હતું. તેઓએ જાહેરાત કરી હતી કે સંરક્ષણ એ દ્વિપક્ષીય સંબંધોના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિંકન અને અમેરિકી રક્ષાપ્રધાન લોયડ ઓસ્ટિન ટુ પ્લસ ટુ બેઠક માટે દિલ્હી ખાતે ઉપસ્થિત છે. આ વાતચીતનો મુખ્ય હેતુ વ્યૂહાત્મક સહયોગ માટે ભારત-અમેરિકાના ભવિષ્યના રોડમેપને આગળ વધારવાનો છે.

India US 2 Plus 2 :ટુ પ્લસ ટુ વિદેશ અને રક્ષાપ્રધાન સ્તરીય સંવાદની પાંચમી આવૃત્તિને સંબોધતા રાજનાથસિંહે કહ્યું કે, તમારો ભારત પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારત અને અમેરિકા પહેલા કરતા વધુ નજીક છે. વિવિધ ઉભરતા ભૌગોલિક-રાજકીય પડકારો હોવા છતાં આપણે મહત્વપૂર્ણ અને લાંબા ગાળાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સ્વતંત્ર, મુક્ત અને નિયમથી બંધાયેલા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે આપણી ભાગીદારી મહત્વપૂર્ણ છે.

દ્વિપક્ષીય બેઠકના એજન્ડા : આ ચર્ચા બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને વિદેશપ્રધાન જયશંકર કરી રહ્યા છે. કેન્દ્રીય રક્ષા મંત્રાલયે કહ્યું કે, ટુ પ્લસ ટૂ અને રાજનાથસિંહ-ઓસ્ટિન વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં વ્યૂહાત્મક, સંરક્ષણ અને ટેકનોલોજી સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે.

અમેરિકી રક્ષા સચિવની અપીલ : અમેરિકી રક્ષા સચિવ લોયડ ઓસ્ટીને જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાએ છેલ્લા વર્ષમાં તેમની સંરક્ષણ ભાગીદારી બનાવવા માટે પ્રભાવશાળી પ્રગતિ કરી છે. તેમણે આ વાતને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે, ભારત અને અમેરિકા વિચારોનું આદાનપ્રદાન કરે, સમાન લક્ષ્ય શોધે અને તાત્કાલિક વૈશ્વિક પડકારોનો સામનો કરવા સાથે બંને દેશોના લોકો માટે કામ કરે.

  1. કતારમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ- વિદેશ મંત્રાલય
  2. palestinian ambassador to india adnan abu alhaija: આશા છે કે ભારત હસ્તક્ષેપ કરશે, પેલેસ્ટાઇનમાં બાળકો અને નાગરિકોની હત્યાની નિંદા કરશે: પેલેસ્ટિનિયન રાજદૂત

ABOUT THE AUTHOR

...view details