નવી દિલ્હીઃUAEના શારજાહથી હૈદરાબાદ આવતી ફ્લાઈટ રવિવારે ઈમરજન્સી પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં (Sharjah Hyderabad flight emergency landing) આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે તેને કરાચી તરફ વાળવામાં આવી હતી. તે જ સમયે, ઈન્ડિયો એરલાઈન્સે માહિતી આપી છે કે, પ્રવાસીઓને હૈદરાબાદ લઈ જવા માટે કરાચીથી વધારાની ફ્લાઈટ મોકલવામાં આવી રહી છે.
આ પણ વાંચો :ઉડાન ભરતા જ પ્લેનમાં અચાનક લાગી આગ, આ રીતે કરાયું ઈમરજન્સી લેંડિંગ
શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટ કરાચી તરફ ડાયવર્ટ :મળતી માહિતી અનુસાર, પાયલટને વિમાનમાં ટેકનિકલ ખામી (Technical fault in flight )હોવાની માહિતી મળ્યા બાદ ઈન્ડિગો શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. હાલ, એરપોર્ટ પર ફ્લાઈટની તપાસ કરવામાં આવી રહી છે. એરલાઈન્સ અન્ય પ્લેન કરાચી મોકલવાની યોજના બનાવી રહી છે. છેલ્લા બે અઠવાડિયામાં કરાચીમાં ઉતરનાર આ બીજી ભારતીય એરલાઇન છે.
આ પણ વાંચો :Bhuj to Ahmedabad Flight : ભુજથી અમદાવાદ, બેલગાવ જવા માટે હવે લોકોનો બચશે સમય
સેકન્ડ માટે ધ્રુજારી બાદ સાવચેતી :અગાઉ દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટને એન્જિનમાં એક સેકન્ડ માટે ધ્રુજારી બાદ સાવચેતી તરીકે જયપુર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્લેન જયપુર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિલ્હીથી વડોદરા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-859ને 14 જુલાઈ 2022ના રોજ જયપુર તરફ વાળવામાં આવી હતી. પ્લેનના પાયલટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લીધો હતો.