હૈદરાબાદ:રશિયન હુમલા વચ્ચે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં (Indians stranded in Ukraine) ફસાયેલા છે અને તેઓ ભારત સરકાર (Indian students trapped in Ukraine) પાસે મદદની વિનંતી કરી રહ્યા છે. યુક્રેન અને રોમાનિયાની બોર્ડર પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ એક વિડિયો જાહેર (students released video) કરીને તેમને જલદીથી ત્યાંથી બહાર કાઢવાની અપીલ કરી છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ બેહાલ દેખાઈ રહ્યા છે અને તેમને અત્યાર સુધી બહાર ન કાઢવા (IMMEDIATE EVACUATION) બદલ સરકાર સામે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો :એર ઈન્ડિયાનું વિમાન 250 ભારતીયોને લઈને બુખારેસ્ટથી થયું રવાના, રાત્રે પહોંચશે મુંબઈ
વિદ્યાર્થીઓ ઇન્ડિયન એમ્બેસીમાં આશરો લઈ રહ્યા છે
સેંકડો વિદ્યાર્થીઓ ઇન્ડિયન એમ્બેસીમાં આશરો લઈ રહ્યા છે અને તેઓને બહાર કાઢવા માટે કડક પગલાં લેવા ભારતીય રાજદ્વારીઓને અપીલ કરી રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિદ્યાર્થીઓ ભારતીય અધિકારીની સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા (Anger at Indian embassy officials) જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ભારત સરકાર માત્ર એવા સ્થળોએથી વિદ્યાર્થીઓને બહાર કાઢી રહી છે જ્યાં કોઈ જોખમ નથી. જ્યારે યુક્રેનની રાજધાની કિવમાં સતત બોમ્બ ધડાકા થઈ રહ્યા છે, પરંતુ અમને બહાર કાઢવા માટે કોઈ પહેલ કરવામાં આવી નથી.