નવી દિલ્હીઃરશિયાની વિશેષ સૈન્ય કાર્યવાહી (Russia Ukraine conflict) વચ્ચે યુક્રેનમાં માનવીય સંકટ (Ukraine Sailors evacuation) ઘેરી બની રહ્યું છે. ભારતીયો ઉપરાંત અન્ય દેશોના નાગરિકો પણ યુક્રેનની રાજધાની કિવ અને અન્ય સ્થળોએથી સુરક્ષિત સ્થળોની શોધમાં ભાગી (Mykolaiv Indian Embassy evacuates) રહ્યા છે. પોર્ટ ઓફ માયકોલીવમાં ફસાયેલા 52 ભારતીય સેલર્સને (Russia military aggression against Ukraine) બચાવી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:સરકારનો મોટો નિર્ણય, 27 માર્ચથી ફરી શરૂ થશે ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ
માયકોલાઈવ બંદર પર ફસાયેલા 75 ભારતીય નાવિકમાંથી 52ને બચાવ્યા
ભારતીય મિશને મંગળવારે કહ્યું કે, તેણે યુદ્ધગ્રસ્ત દેશના માયકોલાઈવ બંદર પર (Ukraine embassy Indian sailors Mykolaiv Port) ફસાયેલા 75 ભારતીય નાવિકમાંથી 52ને બચાવ્યા છે. બાકીના 23 નાવિકને મંગળવારે બચાવવાના પ્રયાસો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.