- બ્રિટને ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની કરી ટિકા
- ભારતીય હાઈકમિશને બ્રિટન સામે નારાજગી વ્યક્ત કરી
- 1 લાખથી વધુ લોકોના હસ્તાક્ષર વાળી ઈ-એપ્લિકેશન થઈ હતી
લંડનઃ બ્રિટને ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની ટિકા કરી છે. આ અંગે ભારતીય હાઈકમિશને નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતોના આંદોલન વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાના અધિકાર અને પ્રેસની સ્વતંત્રતાના મુદ્દા અંગે પણ ઈ-એપ્લિકેશન પર કેટલાક સાંસદો વચ્ચે થયેલી ચર્ચાની ભારતીય હાઈકમિશને ટિકા કરી છે.
આ પણ વાંચોઃભારતમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટમાં અમારો હાથ નહતોઃ ઈરાન
ભારતીય હાઈકમિશને સોમવારે સાંજે બ્રિટનના સંસદ પરિસરમાં થયેલી ચર્ચાની ટિકા કરી હતી. ભારતીય હાઈકમિશને જણાવ્યું હતું કે, એક તરફી ચર્ચામાં ખોટા દાવા કર્યા છે. અમને ખૂબ જ અફસોસ છે કે, સંતુલિત બહેસ વિના કોઈ ઠોસ પૂરાવાના ખોટા દાવા કરવામાં આવ્યા છે.