સ્ટેવગનર (નોર્વે): યુવા ભારતીય ગ્રાન્ડમાસ્ટર (જીએમ) આર પ્રજ્ઞાનંદ (Pragyananda Won Norwegian Chess Open) નવ રાઉન્ડમાં 7.5 પોઈન્ટ સાથે નોર્વેજીયન ચેસ ગ્રુપ A ઓપન ચેસ ટુર્નામેન્ટનો વિજેતા બન્યો હતો. ટોચની ક્રમાંકિત 16-વર્ષીય જીએમએ આકર્ષક વેગ ચાલુ રાખ્યો અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહ્યો. તેણે શુક્રવારે મોડી રાત્રે સાથી ભારતીય ઈન્ટરનેશનલ માસ્ટર (Indian International Master) વી પ્રણિત સામેની જીત સાથે ટુર્નામેન્ટનો અંત કર્યો હતો.
આ પણ વાંચો:આવનારી IPL ટુર્નામેન્ટના મેચમાં થશે આ મોટો ફેરફાર, BCCIએ આપ્યા આ મોટા સંકેત
પ્રણીત 6પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે હતો :પ્રજ્ઞાનંદ (ELO 2642) બીજા ક્રમાંકિત IM માર્સેલ એફ્રોઈમસ્કી (ઇઝરાયેલ) અને IM જંગ મીન સેઓ (સ્વીડન) કરતાં એક પોઇન્ટ આગળ છે. પ્રણીત 6પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે હતો, પરંતુ ટાઈ-બ્રેકના ઓછા સ્કોરને કારણે છેલ્લા ટેબલમાં છઠ્ઠા ક્રમે સરકી ગયો હતો. પ્રણિત ઉપરાંત, પ્રજ્ઞાનંદે વિક્ટર મિખાલેવસ્કી (8મો રાઉન્ડ), વિટાલી કુનીન (6ઠ્ઠો રાઉન્ડ), મુખામદઝોખિદ સુયારોવ (ચોથો રાઉન્ડ), સીમેન મુતુસોવ (બીજો રાઉન્ડ) અને મેથિયાસ અનનેલેન્ડ (1મો રાઉન્ડ)ને હરાવ્યા હતા. તેઓએ તેમની અન્ય ત્રણ મેચ ડ્રોમાં રમી હતી.