નવી દિલ્હીઃ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશ્નર વિક્રમ દોરાઈસ્વામીને કેટલાક કટ્ટરપંથીઓએ ગુરુદ્વારામાં પ્રવેશવા ન દીધા.બ્રિટનના ગ્લાસગોમાં આ વિવાદિત ઘટના બની છે. ભારતીય હાઈ કમિશ્નરે આ ઘટનાને વધુ હવા આપવાને બદલ, વિવાદને વધુ વકરાવવાને બદલે ત્યાંથી જતા રહેવાનું પસંદ કર્યુ. આ મુદ્દાની રજૂઆત બ્રિટનના વિદેશ કાર્યાલય અને પોલીસ સમક્ષ કરી છે.
વધુ એક વિવાદઃ હજુ ભારત અને કેનેડાનો વિવાદ તો શમ્યો નથી. ત્યાં ભારત અને યુકે વચ્ચેનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વિવાદનું મૂળ ભારતીય હાઈ કમિશ્નરને બ્રિટનના એક ગુરુદ્વારામાં પ્રવેશ ન કરવા દેવાનો છે. આ સમગ્ર મામલાની રજૂઆત બ્રિટનના વિદેશ કાર્યાલયમાં કરવામાં આવી છે. પોલીસને પણ જાણ કરાઈ સ્ટેનડ બાયમાં રેહવા જણાવાયું છે.
ભારત-કેનેડા વિવાદઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ ગણાવ્યો હતો. તેમના આ આરોપ બાદ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકરી ગયો હતો. બંને દેશોએ એકબીજાના ડિપ્લોમેટ્સને સ્વદેશ પરત ફરવાના આદેશ આપ્યા હતા. ભારત સરકારે કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું હંગામી ધોરણે બંધ કર્યુ છે. ભારત સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે એક ખાસ એડવાઈઝરી પણ જાહેર કરી હતી. આ એડવાઈઝરીનો મુખ્ય એજન્ડા કેનેડામાં રહેતા ભારતીયોની સુરક્ષા હતો.
ભારત વિદેશ પ્રધાનનું નિવેદનઃ તાજેતરમાં જ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે કેનેડામાં જે બની રહ્યું છે તેને અસામાન્ય સ્થિતિ ગણાવી છે. તેમણે કેનેડામાં ભારતીય ડિપ્લોમેટ્સને મળતી ધમકીઓ અને હિંસાત્મક ઘટનાઓની ઘોર નિંદા કરી છે. તેમણે સમગ્ર વિશ્વને કેનેડામાં થતા આ ગેરકાયદેસ ઘટનાઓની નોંધ લેવા આગ્રહ કર્યો છે.
- India Canada controversy: શ્રીલંકાના વિદેશ પ્રધાને જસ્ટિન ટ્રુડો પર કર્યા આકરા વાકપ્રહાર, કેનેડાને આતંકવાદીઓ માટે સ્વર્ગ ગણાવ્યું
- India Canada Controversy: શું ભારત અને કેનેડા વિવાદ જે કૃષિ ક્ષેત્ર માટે વજ્રપાત સમાન બની રહેશે?