સેના દ્વારા ગુલમર્ગમાં શિયાળુ સ્નો ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું જમ્મુ અને કાશ્મીર: ગુલમર્ગમાં શિયાળુ સ્નો ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ ગેમ્સમાં કાશ્મીરના વિવિધ જિલ્લાના બાળકોએ ભાગ લીધો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં ફરી એકવાર યુથ વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યટનને પ્રોત્સાહન: આ વર્ષે એક મહિના પહેલા જ ગુલમર્ગમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે બાળકો માટે સ્કીઇંગ કોર્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય સેના જમ્મુ અને કાશ્મીરમાં યોજાતી રમતગમતમાં રસ પેદા કરવા માટે અનેક પગલાં લઈ રહી છે. ત્યારે ગુલમર્ગમાં શિયાળુ સ્નો ગેમ્સનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો:ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સમાં સ્નો રગ્બી યુવાઓને કરી રહી છે આક્રષિત
200 લોકોએ ભાગ લીધો: સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ વિન્ટર સ્નો ગેમ્સમાં ઓછામાં ઓછા 200 લોકોએ ભાગ લીધો હતો. કાશ્મીરના વિવિધ જિલ્લાના બાળકોએ વિવિધ સ્નો ગેમ્સ રમી હતી. તેમણે કહ્યું કે અમારો હેતુ એ છે કે આ કાર્યક્રમોમાં વધુને વધુ બાળકો ભાગ લે, આ બાળકોમાં પ્રતિભાની કોઈ કમી નથી. તેમણે કહ્યું કે આ યુવાનોમાં અનેરો ઉત્સાહ હતો. ગુલમર્ગમાં શિયાળામાં ઘણી હિમવર્ષા થાય છે. એટલા માટે વિન્ટર ગેમ્સ જેવી ઈવેન્ટ્સ ખીણમાં પર્યટનને પ્રોત્સાહન આપવામાં ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:WPL 2023: આજથી ભારતીય ક્રિકેટમાં નવા યુગનો ઉદય, ગુજરાત જાયન્ટ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સની મેચ
રમતોને પ્રોત્સાહન:ગેમ્સમાં ભાગ લેનાર યુવા ખેલાડીઓએ સેનાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો યોજવા ખૂબ જરૂરી છે. અમે ખૂબ જ ખુશ છીએ કે સેનાએ અમને એક એવું પ્લેટફોર્મ આપ્યું છે જ્યાં અમે અમારી કુશળતા દર્શાવી શકીએ છીએ. તેણે કહ્યું કે ગુલમર્ગ એક સુંદર જગ્યા છે અને સ્નો ગેમ્સમાં ભાગ લેવો તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. ગુલમર્ગમાં વધુ વિન્ટર સ્નો ગેમ્સ થવી જોઈએ. જેથી કરીને અમે અમારી પ્રતિભા દર્શાવી શકીએ.