ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મૃત્યુ, દૂતાવાસમાંથી મળી લાશ

પેલેસ્ટાઈનમાં ભારતના રાજદૂત મુકુલ આર્યનું નિધન (Indian ambassador Mukul Arya) થયું છે. મુકુલ આર્ય એમ્બેસીની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. વિદેશ પ્રધાન એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મૃત્યુ, દૂતાવાસમાંથી મળી લાશ
પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મૃત્યુ, દૂતાવાસમાંથી મળી લાશ

By

Published : Mar 7, 2022, 7:29 AM IST

નવી દિલ્હીઃ પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું નિધન (indian ambassador dies in palestine) થયું છે. તેનો મૃતદેહ એમ્બેસીમાં જ મળ્યો હતો. મુકુલ આર્ય રવિવારે ભારતીય દૂતાવાસની અંદર મૃત હાલતમાં મળી આવ્યો (Indian ambassador found dead in Palestine ) હતો. મુકુલ આર્ય પેલેસ્ટાઈનના રામલ્લામાં ભારતીય દૂતાવાસમાં તૈનાત હતા. વિદેશ પ્રધાન એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો:યુક્રેન સંકટ વચ્ચે સરકાર LICનો IPO મુલતવી રાખી શકે છે: નિષ્ણાતો

વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કરીને પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્ય (Indian ambassador Mukul Arya)ના નિધન અંગે જાણકારી આપી છે. એસ જયશંકરે ટ્વિટ કર્યું છે કે, તેઓ રામલ્લામાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખી છે. તેમણે મુકુલ આર્યને પ્રતિભાશાળી અધિકારી ગણાવ્યા હતા.

આ પણ વાંચો:માસ્ટરકાર્ડ અને વિઝાએ રશિયામાં વ્યવહારો બંધ કર્યા, યુક્રેનમાં 18થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details