- આવતા મહિને દેશને એક ડોઝ વાળી રહી મળી જશે (single shot vaccine)
- આવતા અઠવાડિયાની રસીની પહેલી બેસ કસૌલીની લેબમાં આવશે
- જોનસન એન્ડ જોનસન ફાર્મા કંપનીની એક ડોઝ વાળી આ રસીને તૈયારી કરી
ન્યૂઝ ડેસ્ક : આવતા મહિને દેશને એક ડોઝ વાળી રહી મળી જશે. જાણકારી મળી છે કે આવતા અઠવાડિયાની રસીની પહેલી બેસ કસૌલી સ્થિત કેન્દ્રીય પ્રયોગશાળાએ પહોંચી જશે. આ બેચને કસૌલી અને પૂણે સ્થિત બન્ને અલગ અલગ પ્રયોગશાળામાં તપાસવામાં આવશે. આ પ્રક્રિયામાં લગભગ 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે. જે બાદ આ રસીકરણ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિક ઈની સાથે કરાર થયો
જોનસન એન્ડ જોનસન ફાર્મા કંપનીની (Johnson & Johnson’s) એક ડોઝ વાળી આ રસીને તૈયારી કરી છે. હાલમાં જ ભારત સરકાર કંપનીને ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળી છે. હાલમાં કંપનીને રસીની આયાત કરવાની પરવાનગી મળી છે. પરંતુ હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિક ઈની સાથે થેયેલા કરાર અંતર્ગત આગામી દિવસોમાં આનું ઘરેલુ ઉત્પાદન પણ શરુ થઈ જશે.
આ પણ વાંચો : આજે સંવત્સરી, જૈન ભાઈબહેનો આજે એકબીજાને 'મિચ્છામી દુક્ક્ડમ' કહી માગશે માફી