નવી દિલ્હીઃભારતે ચીનની સરહદને અડીને આવેલા લેહ વિસ્તારમાં રાફેલ તૈનાત કર્યા (India message China Rafale jets in Leh) છે. લેહના કુશોક બકુલા રિનપોચે એરપોર્ટ પર તૈનાતી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, આ તૈનાતી ઘટનાના તરત જ કરવામાં આવી હતી, જે મુજબ ચીનનું એક ફાઇટર એરક્રાફ્ટ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની ખૂબ નજીક આવ્યું (india stations rafale fighters at leh) હતું. થોડા દિવસો પહેલા સૂત્રોએ ETV ભારતને ચીની એરક્રાફ્ટની નજીક આવવાની જાણકારી (India fights Chinese aggression) આપી હતી.
આ પણ વાંચો:દુનિયાના સૌથી મોટા એરક્રાફ્ટમાંથી એક કાર્ગો પ્લેન ચેન્નઈ એરપોર્ટ પર ઉતર્યું
હવાઈ ક્ષમતાના પ્રદર્શનનું પરિણામ: સૂત્રોના જણાવ્યા અનુસાર, PLA એરક્રાફ્ટ (ચીની એરક્રાફ્ટ)ને LAC પર તૈનાત સૈનિકોએ સવારે ચાર વાગ્યે જોયા, ભારતે તરત જ અંબાલા એરપોર્ટ પરથી રાફેલ ફાઇટર એરક્રાફ્ટને રવાના કરી દીધું. અંબાલા એરબેઝ લેહથી 400 કિમીના અંતરે છે. (India stations Rafale fighters Leh Ladakh LAC) સૂત્રોએ જણાવ્યું હતું કે, આ નિર્ધારિત પ્રક્રિયા (SOP) મુજબ કરવામાં આવ્યું હતું. ચીનનો ઈરાદો શું હતો તે અંગે જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, ચીન ભારતની પ્રતિક્રિયા ક્ષમતાનો હિસાબ લેવા માગે છે. ચીનનું યુદ્ધ વિમાન સવારે ચાર વાગ્યે આવી ગયું હતું. પરંતુ જે ઝડપ અને તત્પરતાથી ભારતીય સૈનિકોએ જવાબ આપવા માટે રાફેલ મોકલ્યા, તે પણ સવાર પડતા પહેલા. તે તૈયારી અને અમારી હવાઈ ક્ષમતાના પ્રદર્શનનું પરિણામ હતું.
ભારત પાસે 36 રાફેલ એરક્રાફ્ટ: ભારત પાસે હાલમાં 36 રાફેલ એરક્રાફ્ટ છે. તે બે સ્ક્વોડ્રનમાં મૂકવામાં આવે છે. એક ટુકડીને અંબાલામાં રાખવામાં આવી છે, જ્યારે બીજી ટુકડીને પશ્ચિમ બંગાળના હાશિમારામાં રાખવામાં આવી છે. ભારત અને ચીન વચ્ચે પરસ્પર સમજૂતી છે કે ફાઈટર એરક્રાફ્ટ (How India responds to China war jets aggression) અને યુદ્ધ હેલિકોપ્ટરને સરહદથી 10 કિલોમીટર દૂર રાખવામાં આવશે. તેમને આ દાયરામાં મોકલવામાં આવશે નહીં. જ્યારે યુટિલિટી હેલિકોપ્ટરને (India ready Rafale Leh against Chinese war jets) બોર્ડરથી એક કિલોમીટરના ત્રિજ્યા સુધી લાવી શકાય છે. પરંતુ સમસ્યા સીમાના નિર્ધારણ અને તેના વિશેના દાવાઓની છે. બંને દેશોના પોતપોતાના દાવા છે. તેથી અહીં અંતરનું નિર્ધારણ પણ પોતાની રીતે થાય છે.