ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Vaccinationમાં ભારતે અમેરિકાને પાછળ મૂકી બનાવ્યો નવો રેકોર્ડ - અમેરિકામાં કોરોના વેક્સિનેશન

વિશ્વનું સૌથી મોટું કોરોના વેક્સિનેશન (Corona Vaccination) અભિયાન ભારત દેશમાં ચાલી રહ્યું છે ત્યારે ભારત કોરોના વેક્સિનેશન (Corona Vaccination) મામલામાં ભારતે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે કોરોના વેક્સિનેશન (Corona Vaccination)માં અમેરિકાને પાછળ મુકી દીધું છે. ભારતમાં કોરોના વેક્સિન (Corona Vaccine)ના અત્યાર સુધી 32,36,63,297 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. જ્યારે અમેરિકામાં 32,33,27,328 ડોઝ આપવામાં આવ્યા છે.

Corona Vaccinationમાં ભારતે અમેરિકાને પાછળ મૂકી બનાવ્યો નવો રેકોર્ડ
Corona Vaccinationમાં ભારતે અમેરિકાને પાછળ મૂકી બનાવ્યો નવો રેકોર્ડ

By

Published : Jun 28, 2021, 11:24 AM IST

  • ભારતે કોરોના વેક્સિનેશન (Corona Vaccination) મામલે અમેરિકાને પછાડ્યું
  • ભારતમાં કોરોના વેક્સિનના અત્યાર સુધી 32,36,63,297 ડોઝ આપવામાં આવ્યા
  • અમેરિકામાં કોરોના વેક્સિનના અત્યાર સુધી 32,33,27,328 ડોઝ આપવામાં આવ્યા

નવી દિલ્હીઃ ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના વેક્સિનેશન (Corona Vaccination) અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ભારતે ફરી એક વખત વેક્સિનેશનમાં નવો રેકોર્ડ (New record in vaccination) બનાવ્યો છે. ભારતે કોરોના વેક્સિનેશન (Corona Vaccination)માં અમેરિકાને પાછળ પાડી દીધું છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વેક્સિન (Corona Vaccination)ના અત્યાર સુધી 32,36,63,297 ડોઝ આપવામાં આવ્યા છે. તો વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O)ના આંકડા અનુસાર, અમેરિકામાં કોરોના વેક્સિનના અત્યાર સુધી 32,33,27,328 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Vaccination at Airport: વડોદરામાં એરપોર્ટ પર કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન

31 જુલાઈ સુધી કોરોના વેક્સિનના કુલ 51.6 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવાશેઃ કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે (Central Government) શનિવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને કહ્યું હતું કે, 31 જુલાઈ સુધી કોરોના વેક્સિન (Corona Vaccination)ના કુલ 51.6 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાંથી 35.6 કરોડ ડોઝ પહેલા જ ઉપલબ્ધ કરાવવામાં આવી ચૂકી છે. બાળકો માટે વેક્સિન ઉપલબ્ધ કરાવવાની સ્થિતિ અંગે કેન્દ્ર સરકારે એક એફિડેવિટમાં કહ્યું હતું કે, ભારતના દવા નિયામકે 12 મેએ ભારત બાયોટેક (Bharat Biotech)ને તેમની વેક્સિન કોવેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ (Clinical trials of covaxin) 2-18 વર્ષના સહભાગીઓ પર કરવાની પરવાનગી આપી હતી અને આ પરીક્ષણ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. કોર્ટે એ પણ કહ્યું હતું કે, DNA વેક્સિન બનાવી રહેલી ઝાયડસ કેડિલા (Zydus Cadila)એ 12થી 18 વર્ષની વયના લોકો પર ક્લિનિકલ ટ્રાયર પૂર્ણ કર્યું છે અને તેને વૈધાનિક મંજૂરી (Statutory approval) મળ્યા પછી તે વેક્સિન ટૂંક જ સમયમાં 12થી 18 વર્ષના બાળકો માટે ઉપલબ્ધ થઈ શકે છે.

આ પણ વાંચો-વિશ્વાસુ નેતાઓ સાથે કમલા હેરિસે ચર્ચ્યા રસીકરણ અને હેટ ક્રાઇમ જેવા મુદ્દા

રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સતત સતર્કતા રાખવા આગ્રહ

કેન્દ્ર સરકારે એફિડેવિટ (The government affidavit)માં કહ્યું હતું કે, દેશની યોગ્ય વસતીનું વેક્સિનેશન કરવા માટે વેક્સિન ઉપલબ્ધ રહેશે. તો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને એ પણ જણાવ્યું હતું કે, તેઓ દેશમાં કોરોનાના કેસમાં વધારો થવાના કિસ્સામાં તેને પહોંચી વળવા માટે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તેના પાયાના ઢાંચાને સતત મજબૂત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, આ તબક્કામાં મામલામાં ફરીથી વૃદ્ધિ થવાની સંભાવના દર્શાવવી એ કાલ્પનિક હશે. જોકે, સંક્રમણના મામલામાં વધારો વાઈરસનો વ્યવહાર અને લોકોના વ્યવહારની પેટર્ન પર પણ નિર્ભર કરશે કે શું તેઓ કોરોના યોગ્ય વર્તનનું પાલન કરે છે કે નહીં? તેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સતત સતર્કતા રાખવા આગ્રહ કરવામાં આવ્યો છે અને તે સંબંધે રાજ્યમાં કોરોનાના પ્રસારમાં વધારો થવાની દિશામાં તેનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ કરવા પણ કહેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details