સેન્ચુરિયનઃ સેન્ચુરિયનમાં (Centurion Cricket) પ્રથમ દિવસે (Boxing Day Test) કે.એલ.રાહુલે ભારત માટે શાનદાર સદી (KL Rahul's century) ફટકારી હતી. રાહુલ (122) અને અજિંક્ય રહાણે (40) રન બનાવીને ક્રીઝ પર હાજર છે. આ સાથે જ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડીએ ત્રણેય મહત્વની વિકેટ પોતાના નામે કરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ અંતિમ સત્રની શરૂઆત કેશવ મહારાજને શોટ આપીને કરી હતી. બીજી તરફ કાગિસો રબાડાએ કોહલી અને રાહુલને થોડો પરેશાન કર્યો પરંતુ રાહુલે મિડ- વિકેટ પર ચોગ્ગા અને પછી લોંગ-ઓન પર છગ્ગાની મદદથી સ્કોર 90 સુધી પહોંચાડ્યો હતો. તે દરમિયાન કોહલીએ લુંગી એનગિડીની બોલ પર પ્રથમ સ્લિપમાં વિયાન મુલ્ડરનો સરળ કેચ પકડ્યો અને 35 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
બન્ને વચ્ચે 73 રનની ભાગીદારી થઈ
આ પછી રહાણેએ બાઉન્ડ્રી ફટકારીને રન બનાવવાનું શરૂ કર્યું હતું. રાહુલ અને રહાણેએ મળીને ભારતના સ્કોરને આગળ વધાર્યો હતો. આ દરમિયાન રાહુલે મહારાજની બોલ પર તેની સાતમી ટેસ્ટ સદી પૂરી કરી હતી. 2007માં કેપટાઉનમાં વસીમ જાફરના 116 રન પછી તે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો હતો. પોતાની સદી પૂરી કર્યા બાદ રાહુલ 122 રને અણનમ છે અને રહાણે 40 રને અણનમ છે. બન્ને વચ્ચે 73 રનની ભાગીદારી થઈ છે.
મયંક (60) રન બનાવીને લુંગી એનગિડીના બોલ પર આઉટ થયો