ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી આજે શુક્રવારે નેધરલેન્ડના વડાપ્રધાન સાથે શિખર બેઠક યોજશે - શિખર બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે નેધરલેન્ડનાં વડાપ્રધાન માર્ક રૂટે સાથે શિખર બેઠક યોજશે. આ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે. જેમાં નેતા દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત બનાવવા માટેની નવી રીતો વિશે વાત કરશે. આ સાથે જ વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોની આપ-લે કરશે.

Dutch companies
Dutch companies

By

Published : Apr 9, 2021, 9:08 AM IST

Updated : Apr 9, 2021, 1:09 PM IST

  • નરેન્દ્ર મોદી આજે શુક્રવારે નેધરલેન્ડનાં વડાપ્રધાન માર્ક રૂટે સાથે શિખર બેઠક યોજશે
  • બન્ને નેતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના બનાવવા માટેની નવી રીતો પર ચર્ચા કરશે
  • વડાપ્રધાન રુટેને સંસદીય ચૂંટણીમાં હાલમાં જ મળેલી જીત બાદ યોજાઈ રહ્યું છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેના નેધરલેન્ડના સમકક્ષ માર્ક રૂટે સાથે શિખર બેઠક કરશે. આ દરમિયાન બન્ને નેતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના બનાવવા માટેની નવી રીતો પર ચર્ચા કરશે. આ શિખર સંમેલન વડાપ્રધાન રુટેને સંસદીય ચૂંટણીમાં હાલમાં જ મળેલી જીત બાદ યોજાઈ રહ્યું છે. વડાપ્રધાનના કાર્યાલય તરફથી ગુરુવારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે, બન્ને નેતા પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ મંતવ્યોની આપ-લે કરશે.

બન્ને નેતા વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોની આપ- લે કરશે

નિવેદન પ્રમાણે શિખર સંમેલન દરમિયાન બન્ને નેતા દ્વિપક્ષીય સંબંધ પર વિસ્તારથી ચર્ચા કરશે અને તેને મજબૂત બનાવવા માટે નવી રીતો પર નજર રાખશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોની આપ- લે કરશે.

આ પણ વાંચો :વડાપ્રધાન મોદી કોરોનાની પરિસ્થિતિ લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા

ભારત અને નેધરલેન્ડ વચ્ચે સૌમ્ય અને મૈત્રીપૂર્ણ સંબંધો છે

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, લોકતંત્ર, કાયદાના શાસન અને સ્વતંત્રતાના સમાન મૂલ્યોને કારણે ભારત અને નેધરલેન્ડ વચ્ચે સૌમ્ય અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. બન્ને દેશો વચ્ચે જળ વ્યવસ્થાપન, ખેતી અને ફૂડ પ્રોસેસિંગ, આરોગ્ય, સ્માર્ટ શહેરો અને શહેરી ટ્રાફિક, વિજ્ઞાન અને તકનિક, નવીનીકરણીય ઊર્જા અને અવકાશ ક્ષેત્ર સહિત વિસ્તૃત સહયોગ જાળવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ AIIMSમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વિટ કરી આપી માહિતી

ભારતમાં 200થી વધુ ડચ કંપનીઓ છે

ભારતમાં નેધરલેન્ડ ત્રીજા નંબરનાં મોટા રોકાણકાર હોવાથી બન્ને દેશોમાં પણ મજબૂત આર્થિક ભાગીદારી છે. ભારતમાં 200થી વધુ ડચ કંપનીઓ છે. જ્યારે સમાન સંખ્યામાં ભારતીય કંપનીઓ નેધરલેન્ડમાં પણ છે.

Last Updated : Apr 9, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details