- કોરોનાની ત્રીજી લહેરને લઇને સાવધાનીનો સૂર
- SBIના એક રીપોર્ટમાં ત્રીજી લહેર અંગે જણાવાયું
- ઓગસ્ટથી શરુ થઈ શકે છેThird covid wave
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર સંપૂર્ણ સમાપ્ત થઇ નથી, ત્યાં ત્રીજી લહેર ( Third covid wave ) ટૂંક સમયમાં આવવાની સંભાવના જતાવાઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવતા મહિનામાં એટલે કે ઓગસ્ટમાં દસ્તક દઈ શકે છે.
SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસની ત્રીજી લહેર ( Third covid wave ) ઓગસ્ટ મહિનામાં આવી શકે છે અને કેસો આવવાનું પ્રમાણ સપ્ટેમ્બરમાં ટોચ પર હશે. એટલે કે, કોરોના રોગચાળાની ત્રીજી લહેર સપ્ટેમ્બર મહિનામાં ટોચ પર પહોંચી શકે છે
ઓગસ્ટના બીજા પખવાડિયાથી કોરોનાના કેસો વધી શકે
SBIના સંશોધન અહેવાલ મુજબ, 7 મેના રોજ ભારતમાં કોરોનાની બીજી લહેર ટોચ પર પહોંચી ગઈ હતી. ભારતમાં બીજી લહેર શરુ થઈ હતી અને મે મહિનામાં તે ટોચ પર પહોંચી હતી. જેણે દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને અન્ય રાજ્યોમાં લાખો લોકોને અસર કરી હતી. SBIના રિપોર્ટ અનુસાર ઓગસ્ટના બીજા પખવાડિયાથી કોરોનાના કેસો ( Third covid wave ) વધી શકે છે. રિપોર્ટ અનુસાર 21 ઓગસ્ટથી કોરોનાના કેસો વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક ડેટા બતાવે છે કે બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેરની ટોચ હશે ત્યારે વધુ લોકોને વાયરસનો ભોગ બનવું પડશેે.
આ પણ વાંચોઃ ભારતને ઓક્ટોબર સુધી મળી શકે છે હર્ડ ઈમ્યુનિટીઃ SBI રિપોર્ટ