- અફઘાનિસ્તાનમાં અમેરિકાની 20 વર્ષથી ચાલતી લડાઈ પૂર્ણ થઈ
- વડાપ્રધાનની સૂચનાથી એક ઉચ્ચ સ્તરીય સમૂહ રાખી રહ્યું છે નજર
- વડાપ્રધાને સમૂહને ભારતની પ્રાથમિક્તાએ પર ધ્યાન આપવા નિર્દેશ આપ્યા
નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓનો ઉચ્ચ સ્તરનો સમૂહ 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને હટાવવાને ધ્યાનમાં રાખીને ભારતની તાત્કાલિક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
ફસાયેલા ભારતીયોની સલામત વાપસી એ પ્રથમ પ્રાથમિકતા
સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર છેલ્લા કેટલાક દિવસોથી આ ઉચ્ચ સ્તરીય સમૂહની નિયમિત બેઠકો યોજાઈ રહી છે. ભારતની તાત્કાલિક પ્રાથમિકતાઓ અફઘાનિસ્તાનમાં હજુ પણ ફસાયેલા ભારતીયોની સલામત વાપસી છે. ભારતને ટેકો આપનારા અફઘાન નાગરિકોને પરત લાવવા અને ભારત વિરુદ્ધ આતંકવાદ માટે અફઘાન જમીનનો ઉપયોગ ન થાય તેની ખાતરી કરવી એ અન્ય પ્રાથમિક્તાઓ છે.