વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, ભારત ક્વાડ પાછળનું પ્રેરક બળ અને પ્રાદેશિક વિકાસનું (India driving force of Quad) એન્જિન છે. મેલબોર્નમાં ક્વાડ ગ્રૂપના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ વ્હાઇટ હાઉસે (Fourth Quad meet in Australia) આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડના સભ્ય દેશો છે.
ભારત એક સમાન વિચારધારાનું ભાગીદાર છે
વ્હાઇટ હાઉસના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી (Quad Meeting in Australia) કેરીન જીન-પિયરે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે જાણીએ છીએ કે ભારત એક સમાન વિચારધારાનું ભાગીદાર છે, દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરમાં અગ્રણી, જે દક્ષિણપૂર્વ એશિયામાં સક્રિય છે અને તેનાથી જોડાયેલ ક્વાડને આગળ વધારવા વાળી શક્તિ અને પ્રાદેશિક વિકાસનું એન્જિન છે.
આ પણ વાંચો:QUAD Meeting on Ukraine Crisis: યુક્રેન સંકટ વચ્ચે ક્વાડ દેશોની બેઠક શરૂ
યુક્રેનમાં ચાલી રહેલા રશિયન સંકટ પર ચર્ચા કરવાની તક
મેલબોર્નમાં યોજાયેલ બેઠક વિશે કહ્યું કે, યુક્રેનમાં ચાલી રહેલા રશિયન સંકટ પર ચર્ચા (Crisis in Ukraine Afghanistan) કરવાની આ એક તક હતી. તેઓએ રશિયા દ્વારા માત્ર યુક્રેન માટે જ નહીં, પરંતુ દાયકાઓથી આ ક્ષેત્ર અને વિશ્વમાં સુરક્ષા અને સમૃદ્ધિનો પાયો રહેલા આંતરરાષ્ટ્રીય નિયમો-આધારિત આદેશ માટેના જોખમની ચર્ચાઓ પણ કરી હતી.
અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે
અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે જેમાં અમેરિકા અને ભારત દક્ષિણ એશિયામાં સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે અને સ્વાસ્થ્ય, અવકાશ, સાયબર સુરક્ષા જેવા નવા ક્ષેત્રોમાં સહયોગ કરશે, સાથોસાથ આર્થિક અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહકારને વધુ ગાઢ બનાવવા પર કામ કરવું અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને મુક્ત અને સ્વતંત્ર બનાવવામાં યોગદાન આપવું.
આ પણ વાંચો:US Orders to Embassy Staff to Leave Ukraine : યુક્રેન અને રશિયાના તણાવ વચ્ચે અમેરિકાનું મહત્ત્વનું પગલું
પિયરને ભારત વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર
ભારતના વિદેશપ્રધાન એસ જયશંકરે બેઠકમાં (India Foreign Minister S. Jaishankar in QUAD Meeting) કહ્યું હતું કે, ભારત કોઈ દેશ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનું પાલન કરતું નથી, પરંતુ બહુપક્ષીય પ્રતિબંધોને સ્વીકારે છે. પિયરે આ નિવેદન વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.