- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,132 નવા કેસ નોંધાયા
- 193 લોકોના મોત થયાં
- કોરોનાથી પીડિત 3,32,93,478 દર્દીઓ સ્વસ્થ થયા
નવી દિલ્હી :આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી કે, ભારત(India Corona Update )માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,132 નવા કેસ નોંધાયા છે, જે 215 દિવસમાં સૌથી ઓછા છે. તે જ સમયે, દેશમાં 193 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં 2,27,347 સક્રિય કેસ નોંધાયા છે, જે 209 દિવસમાં સૌથી ઓછા છે, પરંતુ અત્યાર સુધીમાં 4,50,782 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે.
રિકવરી રેટ હાલમાં 98.00 ટકા
આ ઉપરાંત, સક્રિય કેસો કુલ કેસોના એક ટકાથી ઓછા છે અને હાલમાં 0.67 ટકા છે, જે મહામારીની શરૂઆત બાદ સૌથી ઓછો હોવાનું માનવામાં આવે છે. તે દરમિયાન, કોરોનાથી પીડિત 3,32,93,478 દર્દીઓ સ્વસ્થ થયા બાદ ઘરે પરત ફર્યા છે. રિકવરી રેટ હાલમાં 98.00 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.