- દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધારે કોરોના કેસ સામે આવ્યા
- કોરોના સંક્રમણના કારણે વધુ 180 લોકોના જીવ ગયા
- છેલ્લા 200 દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ
નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus in India) છેલ્લા કેટલાક દિવસોથી સતત ઓછું થઈ રહ્યું છે, જે રાહતની વાત છે. કોરોનાના કેસો (Corona Cases in India)માં સતત ઘટાડાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને સ્વાસ્થ્ય વ્યવસ્થા પરનો ભાર હળવો થયો છે. જો કે હજુ પણ કોરોનાના કેસો આવી રહ્યા છે અને સાવધાની રાખવી જરૂરી છે. ધીમા કોરોના સંક્રમણ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 20,799 નવા કેસ સામે આવ્યા છે. તો સંક્રમણના કારણે 180 મોત થયા છે. આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Ministry of Health) સોમવારના આપી.
છેલ્લા 200 દિવસના સૌથી ઓછા એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં કોવિડ સંક્રમણના 2,64,458 સક્રિય કેસ છે, જે 200 દિવસમાં સૌથી ઓછા છે. તો અત્યાર સુધી 4,48,997 લોકોએ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આંકડાઓ પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોનાના 3 કરોડ 38 લાખ 34 હજાર 702 કેસ આવી ચૂક્યા છે.