નવી દિલ્હીઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશમાં તવાંગ (defence minister on india china clash) અથડામણ પર લોકસભામાં (RAJNATH SINGH STATEMENT IN LOK SABHA) નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 9 ડિસેમ્બરના રોજ પીએલએના સૈનિકોએ તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં ઘૂસણખોરી કરી અને એકતરફી સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો. અમારા સૈનિકોએ આ પ્રયાસનો સંકલ્પપૂર્વક સામનો કર્યો. અમારા સૈનિકોએ બહાદુરીપૂર્વક PLA ને અમારા પ્રદેશ પર અતિક્રમણ કરતા અટકાવ્યા અને તેમને તેમની ચોકીઓ પર પાછા ફરવા મજબૂર કર્યા.
રક્ષા પ્રધાને તવાંગ અથડામણ પર કહ્યું, 'ન તો અમારો જવાન શહીદ થયા કે ન તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત'
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશમાં (defence minister on india china clash) તવાંગ અથડામણ પર લોકસભામાં નિવેદન (RAJNATH SINGH STATEMENT IN LOK SABHA) આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમારા જવાનોએ બહાદુરી બતાવી દુશ્મનોને પાછા જવા મજબૂર કર્યા. તેમણે કહ્યું કે, આ ઘટનામાં આપણા જવાનોને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી, કોઈને ગંભીર ઈજા થઈ નથી અને કોઈ શહીદ થયું નથી. આ ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે 11 ડિસેમ્બરે ફ્લેગ મીટિંગ કરી અને ચીની સેનાને ચેતવણી આપી.
હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે....તેમણે કહ્યું કે, આ મામલો રાજદ્વારી માધ્યમો દ્વારા ચીન સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું, "હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે અમારા દળો અમારી સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેને પડકારવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તૈયાર છે." તેમણે કહ્યું કે સામ-સામેની આ લડાઈમાં બંને પક્ષના કેટલાક સૈનિકો ઘાયલ થયા છે. હું આ ગૃહને જણાવવા ઈચ્છું છું કે, અમારા કોઈપણ સૈનિકનું મૃત્યુ થયું નથી કે, કોઈ ગંભીર ઈજા થઈ નથી.ભારતીય સૈન્ય કમાન્ડરોના સમયસર હસ્તક્ષેપને કારણે, PLA સૈનિકો તેમની સ્થિતિ પર પાછા ફર્યા છે.
રક્ષા પ્રધાને કહ્યું "ઘટના બાદ, 11 ડિસેમ્બરે, વિસ્તારના સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થા હેઠળ તેના ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને ઘટના અંગે ચર્ચા કરી હતી. ચીની બાજુએ આવી તમામ કાર્યવાહીનો ઇનકાર કર્યો હતો અને સરહદ પર હતી પરંતુ શાંતિ જાળવવા કહ્યું."