ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Nijjar Issue Updates: પંજાબ સ્થિત નિજ્જરના પૈતૃક મકાનને સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું

જૂન 18ના રોજ કેનેડામાં બ્રિટિશ કોલ્મબિયાના એક ગુરુદ્વારાની બહાર પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જર પર અજ્ઞાત લોકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘાતક હુમલામાં નિજ્જરનું મૃત્યુ થયું હતું.

પંજાબમાં નિજ્જરના પૈતૃક મકાનને સીલ કરવામાં આવ્યું
પંજાબમાં નિજ્જરના પૈતૃક મકાનને સીલ કરવામાં આવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 12:30 PM IST

ચંદીગઢઃ હરદીપ સિંઘ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદનો મધપુડો છેડાઈ ગયો છે. પંજાબના ચંદીગઢ સ્થિત નિજ્જરના પૈતૃક મકાનને સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું છે. નિજ્જર જલંધરના ભાર સિંઘ પુરા ગામનો રહેવાસી હતો અને તે ઘણા સમય અગાઉ કેનેડા જઈને વસ્યો હતો. કેનેડામાં તે ભારત વિરોધી ચળવળ ચલાવતો હતો અને સભ્યોની પણ ભરતી કરતો હતો. તે પંજાબી યુવાનોમાં ભારત વિરોધી માનસિકતા પેદા કરતો હતો.

ભારત કેનેડા વચ્ચે વિવાદ વકર્યોઃ 18 જૂનના રોજ પ્રતિબંધિત ખાલીસ્તાની ટાઈગર ફોર્સના પ્રમુખ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી નિજ્જરની કેનેડામાં હત્યા થઈ હતી. સોમવારે આ હત્યા મુદ્દે કેનેડાએ ભારત પર ગંભીર આરોપ મુક્યો હતો. કેનેડાના આરોપોનું ભારતે ખંડન કર્યુ હતું. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને તગેડી મુક્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડીયન ઈન્ટેલિજન્સ એજન્સી આ હત્યા પાછળ ભારતન વિરૂદ્ધ પુરાવા એકત્રિત કરી રહી હોવાની જાહેરાત કરી હતી.

કેનેડામાં ભારત રાજદ્વારીઓને મળી હતી ધમકીઃ જલંધરના એક પાદરીની હત્યાના ષડયંત્રમાં નિજ્જરનો હાથ હોવાનું સામે આવતા જ ભારતે નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે કેનેડામાં રહેતા ઈન્ડિયન નેશનલ માટે ટ્રાવેલ એડવાઈઝરી પણ જાહેર કરી હતી. એક્સ્ટરનલ અફેર મિનિસ્ટ્રી દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એડવાઈઝરી જાહેર કરી હતી. ખાસ કરીને ભારતના રાજદ્વારીઓ અને અગ્રણીઓ જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરતા હતા તેમને ધમકીઓ મળી રહી હતી તેથી આ એડવાઈઝરી જાહેર કરવી પડી હતી.

ભારતીયોની સુરક્ષા માટે સ્પેશિયલ એડવાઈઝરીઃ કેનેડાના ભારતીય મૂળના રહેવાસીઓ વચ્ચે વિજિલન્સને પ્રાથમિકતા આપતો રિપોર્ટ મિનિસ્ટ્રીએ રીલિઝ્ડ કર્યો હતો. ભારત વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે ભારત સરકારે આ પગલું ભર્યુ હતું. કેનેડાનો પ્રવાસ કરતા ભારતીયોની સુરક્ષા માટે ખાસ માર્ગદર્શીકા રજૂ કરાઈ છે.

  1. Who is Nijjar ? : કોણ છે હરદીપ સિંઘ નિજ્જર જેની હત્યાને પરિણામે ભારત અને કેનેડા વચ્ચે મનદુખ થયું ?
  2. India Canada Issue: નિજ્જર હત્યા મુદ્દે કેનેડાના વડાપ્રધાનના નિવેદનનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, દિગ્ગજ કેનેડીયન રાજદ્વારીને ભારત છોડવાનો આદેશ

ABOUT THE AUTHOR

...view details