- બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને (Border Roads Organization) બનાવ્યો નવો રેકોર્ડ
- BROએ પૂર્વીય લદ્દાખમાં 19,300 ફિટની ઉંચાઈ પર વિશ્વનો સૌથી લાંબો રોડ બનાવ્યો
- રોડનું નિર્માણ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પથી (Mount Everest Base Camp) વધુ ઉંચાઈ પર કરવામાં આવ્યું છે
નવી દિલ્હીઃ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને (Border Roads Organization) પૂર્વીય લદ્દાખમાં 19,300 ફિટની ઉંચાઈ પર વિશ્વનો સૌથી લાંબો રોડ બનાવ્યો છે. રોડનું નિર્માણ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ (Mount Everest Base Camp)થી વધુ ઉંચાઈ પર કરવામાં આવ્યું છે. નેપાળમાં સાઉથ બેઝ કેમ્પ (South Base Camp in Nepal) 17,598 ફિટની ઉંચાઈ પર છે, જ્યારે તિબેડમાં નોર્થ બેઝ કેમ્પ 16,900 ફિટ છે.
આ પણ વાંચો-India Book Of Record: પાલનપુરના યુવકને સ્થાન મળ્યું
આ રોડે ઉમલિંગલા પાસ રોડ બોલિવિયાને પાછળ મુક્યો
કેન્દ્ર સરકાર (Central Government) તરફથી મળતી માહિતી અનુસાર, સૌથી વધુ મોટા વાણિજ્યિક વિમાન (Commercial aircraft) 30,000 ફિટ અને તેનાથી વધુ ઉંચાઈ પર ઉડાન ભરે છે. આ માટે આ રસ્તો તેટલી ઉંચાઈ પર છે, જે આનાથી અડધાથી વધુ છે. 19,300 ફિટની ઉંચાઈ પર બનેલી ઉમલિંગલા પાસ રોડ બોલિવિયા (Umalingala Pass Road Bolivia)માં 18,953 ફિટના રસ્તાના છેલ્લા રેકોર્ડને પાછળ મુકી દીધો છે. ઉમલિંગલા પાસ હવે સામાજિક-આર્થિક સ્થિતિને વધારવા અને લદ્દાખમાં પર્યટનને વધારવા માટે બ્લેક ટોપ રોડથી જોડાયેલો છે.