નવી દિલ્હીઃ1962માં ભારત અને ચીન વચ્ચેના યુદ્ધને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર હજુ પણ યથાવત છે. ભારત-ચીન યુદ્ધનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને રક્ષા મંત્રી કૃષ્ણ મેનનના તત્કાલિન રાજકીય નેતૃત્વની નબળાઈનું પરિણામ ભારત હજુ પણ ભોગવી રહ્યું છે.
રાજીવ ચંદ્રશેખરે પોસ્ટ કર્યું કે, 20 ઓક્ટોબરથી 21 નવેમ્બર 1962, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એક અંધકારમય અધ્યાય તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે. આ તે સમય હતો જ્યારે હજારો ભારતીયો અને આપણા સશસ્ત્ર દળોના અસંખ્ય સભ્યોએ ભ્રામક 'હિન્દી-ચીની ભાઈ ભાઈ નીતિ' માટે તેમના જીવનની કિંમત ચૂકવી હતી. આ પંડિત જવાહરલાલ નેહરુ અને તેમના ડાબેરી સંરક્ષણપ્રધાન કૃષ્ણ મેનનના તત્કાલિન રાજકીય નેતૃત્વની નિષ્ફળતાનો પુરાવો છે.
વીરોએ આપ્યું બલિદાન: રાજીવ ચંદ્રશેખરે વધુમાં આક્ષેપ કર્યો હતો કે નબળા નેતૃત્વના કારણે આપણા સશસ્ત્ર દળોના મનોબળને અક્ષમ્ય નુકસાન થયું છે. ભારતે આ નબળા અને મૂંઝવણભર્યા નેતૃત્વની કિંમત ચૂકવવી પડી. આપણા ગૌરવશાળી દેશને વૈશ્વિક અપમાન સહન કરવું પડ્યું. આનાથી આપણા સશસ્ત્ર દળોના મનોબળને અક્ષમ્ય નુકસાન થયું છે, જેઓ સજ્જ ન હોવા છતાં, છેલ્લી ગોળી સુધી અને બેયોનેટ અને ખુલ્લા હાથે પણ બહાદુરીથી લડ્યા અને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
ભારતની જમીન છીનવાઈ: કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં તેઓ વધુ તથ્યો પોસ્ટ કરશે. જે નબળા નેતાઓના કારણે દેશે શું સહન કર્યું છે તેની યાદોને તાજી કરશે. નબળા નેતૃત્વની વિનાશક અસરને આપણે હંમેશા યાદ રાખીશું અને ક્યારેય ભૂલીશું નહીં. જેના કારણે આપણા બહાદુરોએ બલિદાન આપવું પડ્યું. પરિણામે, ભારતની લગભગ 38,000 ચોરસ કિલોમીટર જમીન પણ છીનવાઈ ગઈ. ભારતે ફરી ક્યારેય આનો સામનો કરવો પડશે નહીં. આ છે પીએમ નરેન્દ્ર મોદીનું નવું ભારત.
- MP Assembly Election: એમપી વિધાનસભા ચૂંટણીને લઈને JDUએ ઉમેદવારોની યાદી જાહેર કરી
- RSS Holds Vijayadashami Utsav: મોહન ભાગવતે કહ્યું વડાપ્રધાનના કારણે ભારત વિશ્વમાં ટોચમાં