ગુજરાત

gujarat

ETV Bharat / bharat

India Bangladesh bus service: ફરી બાંગ્લાદેશ જવુ સરળ બન્યુ, 2 વર્ષથી સ્થગિત હતી આ સેવા - ફરી બાંગ્લાદેશ જવુ સરળ બન્યુ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 વર્ષ બાદ શુક્રવારે બસ સેવા (India Bangladesh bus service) ફરી શરૂ થઈ. કોલકાતા-ઢાકા બસ સેવા 2020માં કોરોનાના વધતા પ્રકોપને કારણે સ્થગિત કરવામાં આવી હતી.

India Bangladesh bus service: ફરી બાંગ્લાદેશ જવુ સરળ બન્યુ, 2 વર્ષથી સ્થગિત બસ સેવા ફરી શરૂ
India Bangladesh bus service: ફરી બાંગ્લાદેશ જવુ સરળ બન્યુ, 2 વર્ષથી સ્થગિત બસ સેવા ફરી શરૂ

By

Published : Jun 10, 2022, 2:23 PM IST

ઢાકા (બાંગ્લાદેશ): કોલકાતાથી ઢાકા જતા લોકોને હવે મુસાફરી કરવાનો બીજો વિકલ્પ મળ્યો છે. શુક્રવારે, બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન (High Commission of India in Bangladesh)ના અધિકારીઓએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકા-કોલકાતા-ઢાકા બસ સેવા (India Bangladesh bus service)ને લીલી ઝંડી બતાવી હતી.

આ પણ વાંચોઃLucknow Pubg Murder: માતાની હત્યા કરનાર પુત્રને કોઈ પસ્તાવો નથી, આવા હતા તેના હત્યા પાછળના જવાબો

બાંગ્લાદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BRTC)ના ચેરમેન તઝુલ ઈસ્લામે પણ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે ઢાકા-સિલહેટ-શિલોંગ-ગુવાહાટી-ઢાકા રૂટને છોડીને અન્ય ચાર રૂટ પર (train services between India and Banglades) સેવાઓ શુક્રવારથી ફરી શરૂ થશે. પ્રથમ બસ મોતીઝીલથી સવારે 7:00 કલાકે ઉપડશે. તમને જણાવી દઈએ કે કોલકાતા અને ઢાકા વચ્ચેની ટ્રેન સેવા 29 મેથી ફરી શરૂ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે દોડતી મૈત્રી એક્સપ્રેસ પણ કોરોના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃવધુ 5 દિવસ EDની કસ્ટડીમાં રહેશે સત્યેન્દ્ર જૈન, તબિયત પણ બગડી છે

ભારતમાંથી ચાલતી બસ કોલકાતાથી ઢાકા થઈને અગરતલા જશે. આ બસ સેવા માત્ર મુસાફરોના પરિવહન માટે જ લોકપ્રિય નથી પરંતુ તે વ્યવસાયિક રીતે પણ સફળ છે. મુસાફરોમાં બસની માંગ પણ ઘણી વધારે છે.પશ્ચિમ બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (WBSTC) અનુસાર, આ રૂટ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. ત્રિપુરાની રાજધાની અગરતલાથી ખુલશે. ઢાકા થઈને કોલકાતા પહોંચવામાં બસ લગભગ 20 કલાક લે છે અને લગભગ 500 કિમીનું અંતર કાપે છે. તે જ સમયે, ટ્રેનમાં મુસાફરી કરવામાં લગભગ 35 થી 38 કલાકનો સમય લાગે છે.

કોલકાતાથી ઢાકા જતી બસો ઃ કોલકાતા ઢાકા ઇન્ટરનેશનલ બસ ત્રિપુરાના કૃષ્ણનગર બસ ડેપોથી સવારે 10 વાગ્યે ઉપડે છે. કોલકાતાથી ઢાકા જતી બસો કૃષ્ણનગરમાં ત્રિપુરા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે. ટિકિટ ખરીદવા માટે માન્ય પાસપોર્ટ, ટ્રાન્ઝિટ વિઝા અને જરૂરી દસ્તાવેજો જરૂરી છે. કોલકાતાથી ઢાકા વચ્ચેની મુસાફરીનું ભાડું 2,300 રૂપિયા પ્રતિ પેસેન્જર નક્કી કરવામાં આવ્યું છે, જો કે ત્રિપુરાથી ઢાકાની મુસાફરી માટે 1000 રૂપિયાનો ખર્ચ થશે.

ABOUT THE AUTHOR

...view details