Mumbai: INDIA ગઠબંધનના સાથી પક્ષોની ત્રીજી બેઠક મુંબઈમાં સમાપ્ત થઈ છે. આ બેઠકમાં દરેક પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાનો અંતિમ નિર્ણય કર્યો છે. જો કે બેઠકોની ફાળવણીને લઈને કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. નેતાઓ બેઠકોની ફાળવણી સંદર્ભે ચર્ચા કરી રહ્યા છે. INDIA ગઠબંધનની બેઠક બાદ વાંચો દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા
રાહુલ ગાંધીઃ બે મુખ્ય નિર્ણય લેવાયા છે. જેમાં કોઓર્ડિનેશન કમિટિ બનશે અને બેઠક ફાળવણીની સત્વરે જાહેર કરવામાં આવશે. મોદી સરકાર માત્ર એક ઉદ્યોગપતિની સાથે ઊભી છે. ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારને છુપાવી રહી છે. આ સમાચાર એક આંતરરાષ્ટ્રીય છાપામાં છપાયા છે. આ સમાચારમાં ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવી છે. મોદી સરકાર આ ભ્રષ્ટાચારની તપાસ કરશે કે નહીં તે જણાવવું જોઈએ. અમે સાથે મળીને ચૂંટણી લડીશું તો અવશ્ય જીતીશું અને સરળતાથી ભાજપને હરાવી દઈશું. ભાજપ દેશના ગરીબ લોકોના રૂપિયા માત્ર એક કે બે ઉદ્યોગપતિને આપી રહી છે. અમે ગરીબો અને ખેડૂતોના હિતમાં નીતિ વિષયક નિર્ણયો લઈ રહ્યા છીએ. અમારૂ વિઝન સત્વરે જાહેર કરીશું.
લાલુ યાદવઃ મોદી સરકાર હિન્દુ-મુસ્લિમોને ઝઘડાવીને મતો મેળવે છે. મોદીએ ખોટા વચનો આપીને લોકોને ભ્રમિત કર્યા અને સત્તામાં આવી ગયા, પરંતુ હવે તેમનું જુઠ્ઠાણું નહીં ચાલે. તેમણે 15 લાખ રૂપિયા દરેકને આપવાની વાત કરી હતી, પરંતુ સ્વિસ બેન્કમાંથી કોઈ રૂપિયા આવ્યા નથી. લાગે છે કે તેમના મળતિયાઓએ જ ત્યાં પૈસા જમા કરાવ્યા છે.
દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલઃ આજની મોદી સરકાર દેશના ઈતિહાસની સૌથી વધુ ભ્રષ્ટ સરકાર છે. મોદી સરકાર માત્ર એક વ્યક્તિ માટે કામ કરી રહી છે. વિદેશોના છાપામાં આપણા દેશ વિરૂદ્ધ સમાચારો છપાય છે પણ મોદી સરકાર તેના પર કોઈ એકશન લેતી નથી. તેમને ઘમંડ છે કે તેમને કોઈથી કશો ફરક જ પડતો નથી. અમને તો એવી ખબર પણ મળી છે કે તેઓ અમારા ગઠબંધનને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ INDIA ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે મનમેળ ન હોવાની ખબરો ફેલાવે છે. તેમને આશ્ચર્ય થશે કે આ ખબરોની અમારા પર કોઈ અસર થશે નહીં.
બિહાર મુખ્યપ્રધાન નીતિશકુમારઃ ભાજપ દેશના ઈતિહાસને બદલવા માંગે છે. અમે ઈતિહાસને બદલવા નહીં દઈએ. આ વખતે તેઓ હારશે અને સત્તમાંથી ફેંકાઈ જશે. કોઈ કામ કર્યા વગર જ કેન્દ્ર સરકારના વખાણ થઈ રહ્યા છે. તેઓ ઠેર ઠેર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. રાજ્ય સરકારનું તો કોઈ નામ ક્યાંય લેવાતું નથી.
- Mansukh Vasava: ઇન્ડિયા ગઠબંધન પર ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ શું કર્યો દાવો
- C R Patil: INDIA ગઠબંધનમાં PM પદ માટે ઘણા દાવેદાર, એ જ તેમના માટે લાભદાયક અને નુકસાનકારક સાબિત થશે: પાટીલ