રાઉરકેલાઃહોકી વર્લ્ડ કપની 41મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. ભારતીય હોકી ટીમ વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે સ્થાન ધરાવે છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 14માં નંબર પર સ્થાન છે. વર્લ્ડ કપમાં આજે ચાર મેચ રમાશે. જેમાં આઠ ટીમો ટકરાશે. હરમનપ્રીત સિંહની કપ્તાનીમાં ભારતે સ્પેન સામેની જીત સાથે વર્લ્ડ કપની શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો Hockey World Cup 2023: જર્મનીએ ફ્રાંસને 5-1થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
ભારતીય ટીમ: અભિષેક, વિવેક સાગર પ્રસાદ, સુરેન્દર કુમાર, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, મનદીપ સિંહ, જરમનપ્રીત સિંહ, ક્રિષ્ન પાઠક, હરમનપ્રીત સિંહ (સી), લલિત ઉપાધ્યાય, નીલમ સંજીપ એક્સ, પીઆર શ્રીજેશ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વરુણ કુમાર, અમિત રોહિદાસ (વાઈસ-કેપ્ટન), સુખજીત સિંહ.અવેજી: રાજકુમાર પાલ, જુગરાજ સિંહ.કોચ: આકાશદીપ સિંહ , ગ્રેહામ રીડનો સમાવેશ ભારતીય ટીમમાં થાય છે.
16 મેચો રમાઈ:આફ્રિકા હેડ ટુ હેડ ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs RSA) વચ્ચે આજ સુધી 16 મેચો રમાઈ છે. આમાં ભારતે 11 મેચ જીતી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ માત્ર એક મેચ જીતી છે. બંને વચ્ચે ચાર મેચ ડ્રો રહી છે. ભારતે હોકી વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાંચ મેચ રમી છે, જેમાં ત્રણમાં જીત થઈ છે. આ સાથે જ એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે .અને એક મેચ ડ્રો રહી છે. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી ચાર મેચ રમી છે, જેમાં એકમાં તેણે જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે.ત્યારે હવે જે મેચ રમાશે તેમાં કોની હાર અને કોની જીત થશે તે જોવાનું રહ્યું. પરંતુ લોકો આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે આ મેચની.
આ પણ વાંચો Hockey world cup હોકી વર્લ્ડ કપમાં આજે ક્રોસઓવર મેચ જર્મની વિ ફ્રાન્સ આર્જેન્ટિના વિ કોરિયા
દક્ષિણ આફ્રિકાની ટીમ:આ ટીમમાં મુસ્તફા કાસિમ, , બ્રાડ શેરવુડ, કોનર બ્યુચેમ્પ, ડેન બેલ, ડેયાન કાસિમ (સી), એસ્ટિયન ક્રિક, ગોવન જોન્સ, ગાય મોર્ગન, જેક્સ વેન ટોન્ડર, જેથ્રો યુસ્ટીસ, નોકોબિલ નટુલી,કીનન હોર્ન,, નિક સ્પૂનર, એનડુજો લેમ્બેથે, રેયાન જે. અવેજી: કિમ હ્યોનહોંગ, કિમ ક્યૂબોમ. કોચ: ક્યો સિઓક શિનનો ટીમના ખેલાડી છે.