- ભારતે ન્યુઝીલેન્ડને 372 રનથી હરાવ્યું
- ન્યૂઝીલેન્ડના એજાઝ પટેલ મુંબઈ ટેસ્ટ મેચને યાદગાર બનાવી હતી
- એજાઝ પટેલે જન્મ મુંબઈમાં થયો છે
- મયંક અગ્રવાલે અને રવિચંદ્રન અશ્વિનનો ટેસ્ટ મેચમાં કમાલ
મુંબઈ: ભારતે બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના(Ind vs Nz 2nd test) ચોથા દિવસે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવીને બે મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. 540 રનના મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ તેના બીજા દાવમાં 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 62 રનમાંસમેટાઈ ગઈ હતી. ભારતે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર ડિકલેર કર્યો હતો.
આ ઉપરાંત કાનપુરમાં બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ત્યારે આ ટેસ્ટ મેચમાં જયંત યાદવે રવિચંદ્રન અશ્વિન સાથે મળીને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. બીજા દાવમાં અશ્વિને 4 અને જયંત યાદવે પણ 4 વિકેટ ઝડપી હતી. તેમજ મુંબઈ ટેસ્ટના(ind vs nz second test mumbai) ચોથા દિવસે જયંત યાદવની ચાર વિકેટ પડી હતી, જે મેચનો અંતિમ દિવસ સાબિત થયો હતો.
ટેસ્ટમાં રનથી સૌથી મોટી જીત...
- ન્યુઝીલેન્ડને 372 રનથી હરાવ્યું (2021)
- દક્ષિણ આફ્રિકાને 337 રનથી હરાવ્યું (2015)
- ન્યુઝીલેન્ડને 321 રનથી હરાવ્યું (2016)
ટેસ્ટમાં મયંક અગ્રવાલ અને રવિચંદ્રન અશ્વિનનું નામ છે