દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,164 નવા કેસો સામે આવ્યા છે, અને કોરોનાને કારણે 607 લોકોના મૃત્યું થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ ગુરૂવાર સુધી મૃત્યુનો કુલ આંકડો 4,36,365 થયો છે. દેશમાં સંક્રમણના કુલ કેસ 3,25,58,530 થઈ ગયા છે, જેમાંથી 3,33,725 એક્ટીવ કેસ છે. પાછલા 31 દિવસોમાં દૈનિક સકારાત્મક દર 3 પ્રતિશત ઓછો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે,"સક્રિય કેસો કુલ કેસોમાં 1.03 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 ઉપચાર દર 97.63 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ 34,159 દર્દીઓ સાથે કુલ સંખ્યા વધીને 3,17,88,440 થઈ ગઈ છે".