- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,079 કેસો નોંધાયા
- 560 લોકો મૃત્યું પામ્યા
- દેશમાં રીકવરી રેટ 97.31 ટકા
દિલ્હી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,079 નવા કેસો નોંધાયા હતા. જે પછી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,10,64,908 પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક કોરોનાને કારણે 560 લોકો મૃત્યું પામ્યા હતા જે બાદ મૃત્યુઆંક 4,13,091 થઈ ગયો હતો. દેશમાં હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા 4,24,025 છે જ્યારે રીકવરી રેટ 97.31 ટકા પર પહોંચ્યો છે.
રીકવરી રેટ 97.31 ટકા
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 4,24,025 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જે કુલ કેસના 1.36 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય સ્તર પર કોરોના રીકવરી રેટ 97.31 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ કેસમાં 6,397નો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો :Gujarat Corona Update: કોરોનાના કુલ 39 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં