ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 37,875 કેસ નોંધાયા - કોરોના કેસ

દેશમાં કોરોનાના કેસોમાં દૈનિક ઉતાર -ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 37,875 કોરોના કેસ નોંધાયા છે. તે જ સમયે કોરોનાને કારણે 369 લોકોનાં મૃત્યુ થયા છે.

Corona
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 37,875 કેસ નોંધાયા

By

Published : Sep 8, 2021, 10:38 AM IST

ન્યુઝ ડેસ્ક : દેશમાં કોરોનાના કેસોમાં દૈનિક ઉતાર -ચઢાવ જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે સવારે જાહેર કરાયેલા લેટેસ્ટ ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 37,875 કેસ નોંધાયા છે. મંગળવારે 31,222 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 369 કોરોના સંક્રમિત લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 39,114 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. કેરળમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે.

અત્યાર સુધીમાં દેશમાં કુલ 3,30,96,000 લોકોને ચેપ લાગ્યો છે. જેમાંથી 4 લાખ 41 હજાર 411 લોકોના મૃત્યુ થયા છે. રાહતની વાત છે કે અત્યાર સુધીમાં 3,22,64,000 લોકો સાજા થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા ચાર લાખથી ઓછી છે.

કોરોનાના કુલ કેસ - 3,30,96,718

કુલ ડિસ્ચાર્જ - 3,22,64,051

કુલ સક્રિય કેસ - 3,91,265

કુલ મૃત્યુ- 4,41,411

કુલ રસીકરણ - 70,75,43,070 ડોઝ આપવામાં આવ્યા હતા

આ પણ વાંચો :આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યુનિયન કેબિનેટ બેઠક યોજાશે

70 કરોડ લોકોને રસી આપવામાં આવી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, "7 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોના રસીના 70,75,43,043 ડોઝ આપવામાં આવ્યા છે". છેલ્લા દિવસે 78.47 લાખ રસીઓ આપવામાં આવી હતી. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, અત્યાર સુધીમાં 53.49 કરોડ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.48 ટકા છે. એક્ટિવ કેસ 1.19 ટકા છે. કોરોના એક્ટિવ કેસની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં છઠ્ઠા સ્થાને છે.

ABOUT THE AUTHOR

...view details