- દેશમાં સતત 5 દિવસથી કોરોનાના કેસ 30 હજારની ઉપર આવી રહ્યા છે
- છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 30,256 કેસ નોંધાયા
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,938 લોકો સાજા થયા, 295ના મોત
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 30,256 કેસ નોંધાયા છે. જ્યારે 43,938 લોકો સાજા થયા છે. તો 295 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જોકે, દેશમાં 13,977 સક્રિય કેસ ઓછા થઈ ગયા છે.
આ પણ વાંચો-રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 10થી પણ ઓછા કોરોનાના કેસ, 15 દર્દીને કરાયા ડિસ્ચાર્જ
અડધાથી વધુ કોરોનાના કેસ તો ફક્ત કેરળમાં નોંધાયા છે
કેરળમાં રવિવારે કોરોનાના નવા 19,653 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 45,08,493 થઈ ગઈ છે. જ્યારે કોરોનાના કારણે 152 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 23,591 થયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,711 દર્દી સંક્રમિત થયા છે. જ્યારે 43,10,674 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
આ પણ વાંચો-મેળો રદ્દ હોવા છતા અંબાજી પંથકમાં માનવ મેહેરામણ ઉમટ્યું
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 3,34,78,000 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમાંથી 4,45,133 લોકોના મોત થયા છે. જ્યારે 3,27,15,000 લોકો સાજા થયા છે. જોકે, દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 4 લાખથી ઓછી છે. કુલ 3,18,181 લોકો હજી પણ કોરોના સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.