દિલ્હી : ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 30,948 નવા કેસો સામે આવ્યા હતા અને 403 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 38, 487 લોકો સ્વસ્થ્ય થયા હતા. જે બાદ દેશમાં સ્વસ્થ્ય થયેલા લોકોની સંખ્યા 16,36,469 થઈ ગઈ હતી. હાલમાં એક્ટીવ કેસની સંખ્યા 53, 398 પર પહોંચી છે. આંકડા મુજબ દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી 3,24,24,234 કેસો નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધી 4,34,367 લોકોના મૃત્યું થઈ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 30,948 નવા કેસો નોંધાયા - કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,948 નવા કેસ નોંધાયા છે અને 403 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 30,948 નવા કેસો નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં 52,23,612 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ રસીકરણનો આંકડો 58,14,89,377 પર પહોચ્યો હતો. ICMRએ જણાવ્યા મુજબ ભારતમાં 21 ઓગસ્ટ 2021 સુધી 50,62,56,239 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં શનિવારે 15,85,681 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.