- ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં આતંકવાદી અને પોલીસ વચ્ચે ગોળીબારી
- અજાણ્યા આતંકવાદીએ પોલીસના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, 1 નાગરિક ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્ત નાગરિકને હોસ્પિટલમાં દાખલ કરાયો, જોકે, તેની હાલત સ્થિર છે
શ્રીનગરઃ ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલા સોપોર જિલ્લામાં શનિવારે એક અજાણ્યા આતંકવાદીએ પોલીસના જવાનો પર ગોળીબારી કરી હતી. આ ગોળીબારી દરમિયાન એક નાગરિક ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચોઃમહારાષ્ટ્રના ગડચિરોલીમાં નક્સલીઓ વિરુદ્ધ મોટું અભિયાન, 13 નક્સલી ઠાર
પોલીસ અને આતંકવાદી વચ્ચેના ફાયરિંગમાં એક નાગરિક ઈજાગ્રસ્ત
અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે વિસ્તારમાં તપાસ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યે મુખ્ય બજાર સોપોરમાં અજાણ્યા ઉગ્રવાદીએ પોલીસના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલા દરમિયાન એક નાગરિક ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, તેની હાલત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃબીજાપુર સિલગર ફાયરિંગ કેસની તપાસ મેજિસ્ટ્રેટ કરશે
હુમલાખોર આતંકવાદીને શોધવા તપાસ અભિયાન શરૂ
આ તમામની વચ્ચે હુમલાખોરને પકડવા માટે આ વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, પોલીસના જવાનો પર ફાયરિંગ થતા પોલીસે પણ વળતો જવાબ આપ્યો હતો, પરંતુ આતંકવાદી ભાગી ગયો હતો.