- મધ્યપ્રદેશના નીમચ જિલ્લમાં બની હૃદય દ્રાવક ઘટના
- યુવકને ટ્રક સાથે બાંધીને તેને રસ્તા પર ઘસેડીને માર માર્યો
- આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
મધ્યપ્રદેશ (નીમચ): જિલ્લાના સિંગોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કેટલાક લોકોએ એક આદિવાસી યુવકને ટ્રક સાથે બાંધીને તેને રસ્તા પર ઘસેડીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
મધ્યપ્રદેશની ઘટના: આદિવાસી યુવકને ટ્રક પાછળ બાંધી રસ્તા પર ઘસેડી માર માર્યો હૃદય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી
સિંગોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલને નીમચ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસમાં આરોપીઓએ જાતે જ તેમની તોડફોડનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જ્યારે પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે જે લોકોએ વીડિયો બનાવ્યો હતો તે જ લોકોએ આ આદિવાસી વ્યક્તિને ખરાબ રીતે માર માર્યો હતો
વાયરલ વીડિયો સામે આવતા જ પોલીસ વહીવટીતંત્રમાં હલચલ મચી
વાયરલ વીડિયો સામે આવતા જ પોલીસ વહીવટીતંત્રમાં હલચલ મચી ગઈ હતી અને નીમચ એસપી સૂરજ વર્માએ ઝડપી કાર્યવાહી કરતા આ સમગ્ર મામલે 8 લોકો સામે હત્યા અને એટ્રોસિટી એક્ટનો કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. જે બાદ મહેન્દ્રના પિતા રામચંદ્ર ગુર્જર નિવાસી જેતલીયાની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી મહેન્દ્ર ગુર્જરની પત્ની બાંદાના સરપંચ છે.
ચોરીના આરોપો પર હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, 45 વર્ષીય મૃતક કાન્હા ઉર્ફે કન્હૈયા ભીલ બાંદાનો રહેવાસી હતો, જેને ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ ચોર તરીકે પકડ્યો અને માર મારવાનું શરૂ કર્યું હતુ. આ પછી કેટલાક વધુ લોકો ત્યાં આવ્યા જેમણે કન્હૈયાને માર માર્યો અને તેને ટ્રક પાછડ બાંધી ઘસેડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કન્હૈયા હાથ જોડીને આરોપીનો જણાવી રહ્યો હતો કે, તેણે કંઈ કર્યું નથી પરંતુ હુમલાખોરોએ તેની વાત સાંભળી નથી.
રાજ્યનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ
આ ઘટના બાદ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે વીડિયો ટ્વિટ કરીને રાજ્યનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા છે. કમલનાથે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે "મધ્યપ્રદેશમાં શું થઈ રહ્યું છે? હવે નીમચ જિલ્લાના સિંગોલીમાં કન્હૈયાલાલ ભીલ નામના આદિવાસી વ્યક્તિ સાથે તોડફોડની ખૂબ જ અમાનવીય ઘટના સામે આવી છે? માર માર્યા પછી, તેને નિર્દયતાથી વાહન સાથે બાંધીને ઘસેડવામાં આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું? "