ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળના નંદીગ્રામમાં મતદાનના દિવસે કેન્દ્રિય સુરક્ષા દળની 22 કંપની તહેનાત રહેશે - ચૂંટણી ફરજ પર બિહાર પોલીસ તહેનાત

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે નંદીગ્રામમાં કેન્દ્રિય સુરક્ષા દળની 22 કંપનીઓને તહેનાત કરવામાં આવશે. ચૂંટણી પંચના એક અધિકારીએ આ અંગે કહ્યું કે, અમે ખાતરી આપીએ છીએ કે નંદીગ્રામમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન થશે.

author img

By

Published : Mar 31, 2021, 10:55 AM IST

  • પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન થશે
  • નંદીગ્રામમાં કેન્દ્રિય સુરક્ષા દળની 22 કંપની તહેનાત કરવામાં આવશે
  • નંદીગ્રામમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન થશેઃ ચૂંટણી અધિકારી

આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળની ચૂંટણી : પ્રથમ તબક્કામાં સવારે 11:30 વાગ્યા સુધી 35.5 ટકા મતદાન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં હવે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થશે, જેને ધ્યાનમાં રાખી નંદીગ્રામમાં કેન્દ્રિય સુરક્ષા દળની 22 કંપની તહેનાત કરવામાં આવશે. ચૂંટણી પંચના એક અધિકારીએ આ માહિતી આપી હતી. નંદીગ્રામ વિધાનસભા બેઠક પર મુખ્યપ્રધાન મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી ચૂંટણીના મેદાને છે.

આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત

કોલકાતામાં ચૂંટણી અધિકારી કાર્યાલયની ટીમ નંદીગ્રામ પર દેખરેખ રાખશે

શુભેન્દુ અધિકારી મમતા બેનરજીના પૂર્વ સહયોગી રહી ચૂક્યા છે, જે વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા. આ વિધાનસભા ક્ષેત્રમાં 355 મતદાન કેન્દ્ર છે, જેમાંથી 75 ટકામાં વેબકાસ્ટિંગની સુવિધા હશે. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે નંદીગ્રામમાં 1 એપ્રિલે મતદાનના દિવસે 22 કર્મચારીઓના ત્વરિત QRT (ક્વિક રિસ્પોન્સ ટીમ)ને તહેનાત કરવાનો નિર્ણય કરાયો છે. ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, અમે ખાતરી આપીએ છીએ કે નંદીગ્રામમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન થશે. આ સાથે જ કોલકાતામાં મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયની એક વિશેષ ટીમ નંદીગ્રામમાં સ્થિતિની દેખરેખ રાખશે.

ABOUT THE AUTHOR

...view details