ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gandhi Zoological Parkમાં વાઘણ મીરાંએ 2 બચ્ચાને જન્મ આપ્યો - વાઘની ફેમિલી

ગ્વાલિયરના ગાંધી પ્રાણી ઉદ્યાન (Gandhi Zoological Park)માં સફેદ વાઘણે (White Tigress) 2 બચ્ચાને જન્મ આપ્યા છે. હવે આ ઉદ્યાનમાં 2 બચ્ચા સહિત વાઘની ફેમિલી 8ની થઈ છે. બાળકોને 40 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે. આ પહેલા વર્ષ 2018માં મીરાએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો.

By

Published : Sep 2, 2021, 1:39 PM IST

  • ગ્વાલિયરના ગાંધી પ્રાણી ઉદ્યાન (Gandhi Zoological Park)માં સફેદ વાઘણે (White Tigress) 2 બચ્ચાને આપ્યો જન્મ
  • આ ઉદ્યાનમાં 2 બચ્ચા સહિત વાઘની ફેમિલી 8ની થઈ છે
  • બાળકોને 40 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે

ગ્વાલિયરઃ ગાંધી પ્રાણી ઉદ્યાન (Gandhi Zoological Park)માં સફેદ વાઘણ મીરાંએ 2 બચ્ચાને જન્મ આપ્યો છે. આ સાથે જ તેમની ફેમિલી 8ની થઈ ગઈ છે. 2 બચ્ચામાંથી એક બચ્ચું સફેદ અને બીજું પીળા રંગનું જોવા મળી રહ્યું છે. મીરાં અને નર લવના માધ્યમથી જન્મેલા આ બંને બાળકો સંપૂર્ણરીતે સ્વસ્થ છે. ઝૂ મેનેજમેન્ટ આ બંને નાના બચ્ચાની વિશેષ રીતે દેખરેખ રાખી રહ્યા છે. તેમને 40 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે.

આ પણ વાંચો-જૂનાગઢઃ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ સિંહબાળનો થયો જન્મ

બચ્ચાઓની વિશેષ દેખરેખ રાખવામાં આવે છે

આ પહેલા વર્ષ 2018માં મીરાંએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો, જેનાથી હવે ગાંધી પ્રાણી ઉદ્યાન (Gandhi Zoological Park)માં વાઘની ફેમિલી (Tiger Family) સતત વધી રહી છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરી રહી છે. ઝૂના ડોક્ટર્સ અનુસાર, અત્યારે માદા મીરાંને હલ્કું ભોજન જેવું કે, ચીકન સૂપ, દૂધ, બાફેલા ઈંડા આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો-ગીર જંગલના સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જૂઓ અદ્ભૂત નજારો

ગાંધી પ્રાણી ઉદ્યાનમાં વધી રહી છે વાઘની સંખ્યા

ગ્વાલિયરના ઝૂમાં વર્ષ 2010માં નવી દિલ્હીના નેશનલ ઝૂલોજિકલ પાર્કથી વ્હાઈટ ફિમેલ ટાઈગર યમુના ગ્વાલિયર લાવવામાં આવી હતી. ત્યારબાદથી સંરક્ષિત અન્ય વન્ય જીવ વાઘના સમુહ સતત વધારી રહ્યા છે. અત્યાર સુધી ત્રણ મેલ અને ત્રણ ફિમેલ ટાઈગર સહિત 2 બચ્ચા ઝૂની શોભા વધારી રહ્યા છે. ઝૂ મેનેજમેન્ટ બંને નાના બચ્ચાઓના આરોગ્ય પર વિશેષ દેખરેખ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details