- દેશમાં કોરોનાનો કહેર હજી પણ ટળ્યો નથી
- દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 35,662 કેસ નોંધાયા
- દેશમાં 24 કલાકમાં 33,798 લોકો સાજા થયા
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર હજી પણ ટળ્યો નથી. અત્યારે દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,662 કેસ નોંધાયા છે. જ્યારે 33,798 લોકો સાજા થયા છે. જ્યારે 281 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં સાજા થનારા લોકોની કુલ સંખ્યા 3,26,32,222 થઈ ગઈ છે.
આ પણ વાંચો-વેક્સિનેશન મેગા ડ્રાઈવઃ રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 22.50 લાખ લોકોએ મેળવી રસી
દેશમાં 17 સપ્ટેમ્બરે કોરોનાના 2.50 કરોડ ડોઝ લગાવાયા
દેશમાં ગઈકાલે (17 સપ્ટેમ્બરે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો. ત્યારે આ દિવસે દેશમાં કોરોના રસીકરણ અભિયાનને મોટું પ્રોત્સાહન આપતા 2.50 કરોડથી વધુ લોકોને રસીનો ડોઝ આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ડોઝ મધ્યરાત્રિ 12 વાગ્યે 79.33 કરોડના આંકડાને પાર કરી ગયો છે. આ પહેલા દૈનિક ડોઝનો રેકોર્ડ ચીને બનાવ્યો હતો. જ્યારે જૂન મહિનામાં 2.47 કરોડ રસી લગાવવામાં આવી હતી.