ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Imran Khan on Lata Mangeshkar: વિશ્વએ એક મહાન ગાયક ગુમાવ્યા છેઃ ઈમરાન ખાન - પાકિસ્તાને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan on Lata Mangeshkar), માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરી, પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે પણ ભારતના મહાન ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર (Imran Khan pays tribute to Lata Mangeshkar) દુઃખ વ્યક્ત કર્યું હતું.

Imran Khan on Lata Mangeshkar: વિશ્વએ એક મહાન ગાયક ગુમાવ્યા છેઃ ઈમરાન ખાન
Imran Khan on Lata Mangeshkar: વિશ્વએ એક મહાન ગાયક ગુમાવ્યા છેઃ ઈમરાન ખાન

By

Published : Feb 7, 2022, 12:12 PM IST

નવી દિલ્હીઃ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ફક્ત (Bharat Ratna Lata Mangeshkar dies) હિન્દુસ્તાન જ નહીં, પરંતુ પાકિસ્તાનથી પણ ભાવભીની શ્રદ્ધાંજલિ સંદેશ આવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વિટમાં લખ્યું (Imran Khan pays tribute to Lata Mangeshkar) હતું કે, લતા મંગેશકરના અવસાનથી ઉપમહાદ્વીપએ વિશ્વના એક મહાન ગાયિકાને ગુમાવી દીધાં છે. તેમના ગીતો સાંભળીને વિશ્વભરના ઘણા લોકોએ ખૂબ જ આનંદ મેળવ્યો છે.

આ પણ વાંચો-Lata Mangeshkar Passed Away: મારા દાદાની રચના હૈયાની દરબાર લતાજીએ સૌપ્રથમ રેડિયો પર રેકોર્ડ કર્યું હતું: ગાર્ગી વોરા

પાકિસ્તાની ક્રિકેટ ટીમે પણ લતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલિ

ઈમરાન ખાન સિવાય માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરી, પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે પણ ભારત રત્ન લતા મંગેશકરના નિધન (Pakistan cricket team pays tribute to Lata Mangeshkar) અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. લતા મંગેશકરના મૃત્યુના સમાચાર પીટીવી (પાકિસ્તાનનું સરકારી ટીવી) પર પણ પ્રસારિત થયા હતા. આ ઉપરાંત ખાનગી ન્યૂઝ ચેનલો પર ગીતો વગાડીને પણ લતાજીને શ્રદ્ધાંજલિ આપવામાં (Pakistan pays tribute to Lata Mangeshkar) આવી હતી.

આ પણ વાંચો-Lata Mangeshkar Passed Away: લતાજી પાસે બેસીને ગીત ગાયું હતું, જેથી હું મારી જાત પર ગર્વ અનુભવું છું : હેમંત ચૌહાણ

લતાજીએ દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર કર્યું રાજઃ ફવાદ ચૌધરી

ઈમરાન ખાન સિવાય માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ ઉર્દુમાં શોક સંદેશ ટ્વિટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, લતા મંગેશકરના નિધનથી (Bharat Ratna Lata Mangeshkar dies) સંગીતના એક યુગનો અંત થયો છે. લતાજીએ દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું અને તેમના અવાજનો જાદુ હંમેશા યથાવત્ રહેશે. જ્યાં પણ ઉર્દુ બોલવામાં અને સમજવામાં આવે છે. ત્યાં લતા મંગેશકરને અલવિદા કહેનારા લોકોની ભીડ છે.

ABOUT THE AUTHOR

...view details