નવી દિલ્હી:ગુરુવાર અને શુક્રવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે વાતાવરણ ઠંડું થઈ ગયું છે. તેનાથી થોડા સમય માટે પ્રદૂષણમાંથી પણ રાહત મળી હતી. ભારતીય હવામના વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ બાદ દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસનો કહેર વધવાનો છે. આજે સવારે પણ અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું. શુક્રવારે રાજધાનીના વિવિધ ભાગોમાં વરસાદ બાદ મહત્તમ તાપમાન ઘટીને 22.7 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં 7 ડિગ્રી ઓછું છે. દિલ્હીમાં વરસાદને કારણે, 24-કલાકનો સરેરાશ AQI 250 પર આવ્યો, જે ગુરુવારે (437) ની સરખામણીમાં સુધારો છે.
Delhi Weather Update: દિલ્હીમાં વરસાદ બાદ વધી ઠંડી, જાણો આજે કેવો રેહશે રાજધાનીમાં મોસમનો મિજાજ - Delhi News
રાજધાની દિલ્હીનું મહત્તમ તાપમાન આજે શનિવારે 25 ડિગ્રી રહેવાનું અનુમાન છે, જ્યારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ગુરુવાર અને શુક્રવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે વાતાવરણ ઠંડું થઈ ગયું છે. તેનાથી થોડા સમય માટે પ્રદૂષણમાંથી પણ રાહત મળી હતી.
Published : Nov 11, 2023, 11:16 AM IST
દિલ્હીમાં ઠંડી વધવાની શક્યતા: ત્યારે આજે એટલે કે શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને અન્ય વિસ્તારોમાં આજે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે, જેના કારણે દિલ્હીમાં ઠંડીમાં વધુ વધારો થશે. મળતી માહિતી મુજબ, આગામી 10 દિવસ સુધી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ શક્યતા નથી.પહાડી વિસ્તારોમાંથી ઠંડા પવનો આવવાનું ચાલુ રહેશે.
વરસાદ બાદ પ્રદૂષણ ઘટ્યું: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેશે, સરેરાશ આગામી ત્રણ-ચાર દિવસમાં તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે. IMD હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવારે દિલ્હીની સફદરજંગ વેધશાળામાં છેલ્લા 24 કલાકમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. હવે આગામી દિવસોમાં હવામાન અને પ્રદૂષણનું સ્તર ફટાકડા અને પરાળી પર નિર્ભર છે. મહત્વપૂર્ણ છે કે. વરસાદ બાદ દિલ્હી-NCRનું તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું છે.