ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IIMએ વડાપ્રધાનને પત્ર લખી 18 વર્ષથી ઉપરનાને રસીકરણ ચાલુ કરવા અપીલ કરી - કોરોના અપડેટ

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે રસીકરણ ડ્રાઇવ સૂચવ્યું હતું.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન

By

Published : Apr 6, 2021, 2:15 PM IST

  • દેશ કોરોનાની સૌથી ખરાબ લહેરનો સામનો કરી રહ્યું
  • 18 વર્ષથી વધુ તમામ લોકો માટે ઉંમરના રસીકરણ ખુલ્લું હોવું
  • વી સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહી છે તેને લઇને આ રજૂઆત

નવી દિલ્હી :ભારત દેશ કોરોનાની સૌથી ખરાબ લહેરનો સામનો કરી રહ્યું હોવાથી ભારતીય મેડિકલ એસોસિએશન (IMA)એ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સૂચવ્યું કે, 18 વર્ષથી વધુ ઉંમરના રસીકરણ તમામ લોકો માટે ખુલ્લું હોવું જોઈએ.

રસીકરણની વ્યૂહરચનાને તાત્કાલિક અસરથી તૈયાર કરવાની જરૂરી

"હાલમાં, અમે 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસી આપી રહ્યા છીએ. કોરોનાની નવી સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહી છે. આ ફેલાવાને ધ્યાનમાં રાખીને અમે સૂચવીએ છીએ કે, આપણી રસીકરણની વ્યૂહરચનાને તાત્કાલિક અસરથી તૈયાર કરવાની જરૂરી છે. અમે નીચેના સૂચનો માટે વિનંતી કરીએ છીએ. કોવિડ રસીકરણ ડ્રાઇવમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોવિડ રસીકરણની મંજૂરી આપવામાં આવે" તેવું IIMએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : વેક્સિન લેવામાં સુરતીઓ મોખરે, માત્ર 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી ક્ષેત્રના ફેમિલી ક્લિનિક્સમાં પણ સક્રિય રીતે સમાવેશ થવો જોઈએ

એસોસિએશને વડા પ્રધાનને વિનંતી પણ કરી હતી કે, સરકારી હોસ્પિટલોની સાથે રસીકરણ ડ્રાઇવમાં ખાનગી ક્ષેત્રના ફેમિલી ક્લિનિક્સમાં પણ સક્રિય રીતે સમાવેશ થવો જોઈએ. કારણ કે, તમામ ડોક્ટરો અને ફેમિલી ફિઝિશિયન સાથે રસીકરણની ઉપલબ્ધતા ડ્રાઇવ પર સકારાત્મક અસર કરશે.

આ પણ વાંચો : દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે વડાપ્રધાનને લખ્યો પત્ર, રસીકરણની શરતમાં રાહતની માગ કરી

બિન-આવશ્યક ક્ષેત્રોમાં લોકડાઉન થવું જોઇએ

IIM અનુસાર જાહેર સ્થળોએ પ્રવેશ કરવા અને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ઉત્પાદનો મેળવવા માટે રસીકરણનું પ્રમાણપત્ર ફરજિયાત બનાવવું જોઈએ. IIMએ જણાવ્યું હતું કે, આ રોગની તીવ્ર વૃદ્ધિ છે. તેથી સાંકળ તુરંત તોડવા માટે મર્યાદિત લોકડાઉનનો મર્યાદિત સમયગાળો પણ ખાસ કરીને સિનેમા, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો, રમત-ગમત જેવા તમામ બિન-આવશ્યક ક્ષેત્રોમાં લાગુ થવો જોઈએ.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 96,982 નવા કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 96,982 નવા કેસ આવ્યા પછી સકારાત્મક કેસની સંખ્યા એક કરોડ 26 લાખ 86 હજાર 49 થઈ ગઈ છે. તે જ સમયે, 446 નવી મૃત્યુ પછી, મૃત્યુઆંકની સંખ્યા એક લાખ 65 હજાર 547 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 7 લાખ 88 હજાર 223 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા એક કરોડ 17 લાખ 32 હજાર 279 છે. દેશમાં કુલ 8 કરોડ 31 લાખ 10 હજાર 926 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details