કાનપુર: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, IIT કાનપુરે જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ્સની ભરતી (Recruitment for Junior Assistant Post IIT) માટે સૂચના બહાર પાડી છે. જે અંતર્ગત ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી પ્રક્રિયા IIT કાનપુરની સત્તાવાર વેબસાઇટ iitk.ac.in પર હાથ ધરવામાં આવી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ 9 નવેમ્બર 2022 (Recruitment 2022) સુધીમાં આ પદો માટે ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે.
પ્રેક્ટિકલ ટેસ્ટ:જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, કુલ 119 જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ ભરતી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને નોકરી આધારિત પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા પોસ્ટ્સ પર કરવામાં આવશે.