નવી દિલ્હીઃ આજકાલ તમારી નાની જરૂરિયાતો માટે લોનલેવી સામાન્ય વાત છે, પરંતુ શું તમે જાણો છો કે જો નિર્ધારિત સમયગાળામાં લોનની ચુકવણી ન કરવામાં આવે તો લોન આપનાર બેંક અથવા નાણાકીય સંસ્થા દેવાદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. જો મુખ્ય દેવાદાર (Personal Loan) લોનની ચૂકવણી કરતા પહેલા મૃત્યુ (loan borrower dies) પામે છે, તો બેંક સહ દેવાદાર, બાંયધરી આપનાર અથવા કાનૂની વારસદાર પાસેથી રકમ વસૂલ કરી શકે છે.
અસુરક્ષિત લોન:એ નોંધવું જોઈએ કે, જવાબદારીનું સ્થાનાંતરણ લોનના પ્રકાર અને લોનની રકમ સામે ગીરવે મૂકેલી વસ્તુ પર આધારિત છે. ટેકનિકલી રીતે અસુરક્ષિત લોન તરીકે ઓળખાતી પર્સનલ લોનના કિસ્સામાં, બેંક કાયદેસરના વારસદાર અથવા મૃત દેવાદારના પરિવારના હયાત સભ્યોને બાકી રકમ ચૂકવવા માટે કહી શકતી નથી. આવી લોનમાં કોઈ ગીરો સામેલ નથી, તેથી બેંક વસૂલાત માટે દેવાદારની કોઈપણ મિલકત જપ્ત કરી શકશે નહીં અને વેચી શકશે નહીં. બાકી રહેલી રકમ આખરે બેંક દ્વારા NPA ખાતામાં ઉમેરવામાં આવે છે. જો લોનમાં કોઈ સહ અરજદાર હોય, તો મુખ્ય દેવાદારના મૃત્યુ પછી, બેંક તે વ્યક્તિને લોનની જવાબદારી ટ્રાન્સફર કરી શકે છે. ક્રેડિટ કાર્ડ ડેટ સહિત અન્ય અસુરક્ષિત લોન પર પણ આ જ લાગુ પડે છે.
લોનની સંપૂર્ણ ચુકવણી:મોટાભાગની અસુરક્ષિત લોન મુખ્ય દેવાદાર માટે વીમો પણ ધરાવે છે, જે લોનની સંપૂર્ણ રકમને આવરી લે છે અને લોનની સંપૂર્ણ ચુકવણી સમયગાળા માટે માન્ય છે. મુખ્ય દેવાદારના મૃત્યુ જેવી કમનસીબ ઘટનામાં, લોનની બાકી રકમ આ વીમા દ્વારા વસૂલ કરી શકાય છે. સામાન્ય રીતે, આ પ્રકારના વીમા માટેનું પ્રીમિયમ ઉધાર લેનાર દ્વારા જ ચૂકવવાનું હોય છે.