હૈદરાબાદ(તેંલગણા): હૈદરાબાદ નાર્કોટિક્સ એન્ફોર્સમેન્ટ વિંગ (H-NEW) પોલીસે એક યુવકની ધરપકડ કરી છે, જે શણમાંથી કાઢેલા ગાંજાના ઓઈલમાંથી ચોકલેટ બનાવીને તેનું ઓનલાઈન વેચાણ(for selling narcotics laced cholate online ) કરી રહ્યો હતો. નરસિંહીના ઋષિ સંજય મહેતાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરમાંથી 48 ડ્રગ્સ, ચોકલેટ, 40 ગ્રામ ગાંજા ઓઈલ અને 5 લાખ રૂપિયાનો સેલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે તેનો પરિવાર ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે.
નફો કમાવવાના લોભમાં:શહેર પોલીસ કમિશનર સીવી આનંદે શનિવારે ખુલાસો કર્યો હતો કે, ધરપકડ કરાયેલ યુવક ફોનિક્સ યુનિવર્સિટીમાંથી ઓનલાઈન બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો છે. તેને ગાંજાનું વ્યસન હતું. આ પછી, તેણે ઇ-સિગારેટ અને ડ્રગ બ્રાઉની વેચવાનું શરૂ કર્યું હતુ. વધુ નફો કમાવવાના લોભમાં તેણે યુટ્યુબ જોઈને ગાંજાના ઓઈલથી ચોકલેટ બનાવતા શીખ્યો હતો.
વિનોદને સપ્લાય કરતો:મહેતાએ જે ગાંજાના ઓઈલનો ઉપયોગ કર્યો હતો તે વિશાખાપટ્ટનમના ચિંતાપલ્લી જંગલોમાંથી મળી આવ્યો હતો. તે વિસ્તારનો રહેવાસી રામારાવ હૈદરાબાદના વિનોદને સપ્લાય કરતો હતો. તેમાંથી તે શ્રીકાંત પછી રોહિત અને છેલ્લે મહેતા સુધી પહોંચતુ હતુ. તે 4 કિલો ચોકલેટ ખરીદતો હતો અને તેમાં 40 ગ્રામ ગાંજા ઓઈલ મિક્સ કરતો હતો. બાદમાં તે ઘણી જાણીતી કંપનીઓની ચોકલેટ ફ્લેવરની દવાઓ બનાવતો હતો. બારમાં 15 નંગ હોવાને કારણે તે દરેક નંગ 1-2 હજાર રૂપિયામાં વેચતો હતો.